શાહરૂખ ખાન, ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા બન્યો
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.) તાજેતરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય સેલિબ્રિટીઝની યાદી બહાર આવી છે. આ યાદીમાં વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર કલાકારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે.
શાહરૂખ


નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.) તાજેતરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય સેલિબ્રિટીઝની યાદી બહાર આવી છે. આ યાદીમાં વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર કલાકારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે. થલાપતિ વિજય બીજા સ્થાને છે. આ યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલીનું નામ પણ છે. આ સેલિબ્રિટીઓએ જાહેર કર્યું છે કે, તેઓએ નાણાકીય વર્ષ 2024માં કેટલો ટેક્સ ચૂકવ્યો છે.

રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. શાહરૂખ બાદ આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનું નામ છે. તમિલ સુપરસ્ટારે 80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને સલમાન ખાન છે અને તેણે 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

બિગ બી એ કેટલો ટેક્સ ચૂકવ્યો?

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સમાચારોમાં રહે છે. 'કલ્કિ 2898'માં તેનું કામ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. અમિતાભે નાણાકીય વર્ષ 2024માં 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. ક્રિકેટર વિરાટ કોહલી 66 કરોડનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ યાદીમાં માત્ર વિરાટ કોહલી, એમએસ ધોની અને સચિન તેંડુલકરનું નામ જ ટોપ 10માં છે. ધોનીએ રૂ. 38 કરોડ અને સચિન તેંડુલકરે રૂ. 28 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. ટેક્સ લિસ્ટમાં અન્ય ખેલાડીઓના નામ ટોપ 20માં છે. 'ફાઇટર' અભિનેતા રિતિક રોશન 28 કરોડ રૂપિયાના ટેક્સ બિલ સાથે યાદીમાં દસમા સ્થાને છે. આ લિસ્ટ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આગામી વર્ષોમાં શાહરૂખ પાસે એક પછી એક પાંચથી છ ફિલ્મો છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ ચાલી રહ્યું છે પરંતુ ચાહકો સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકવાર સાથે આવે તેની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'ટાઈગર વર્સીસ પઠાણ' દ્વારા દર્શકોનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ભારતીય સેનાએ, સિએરા લિયોનને આઝાદ કરવા માટે 2000માં ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાનને 'ઓપરેશન ખુકરી' નામ આપવામાં આવ્યું હતું. તેના આધારે ફિલ્મને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. 'ચક દે ઈન્ડિયા 2', 'પેન્થર', 'ઈઝહાર' અને કેટલીક અન્ય ફિલ્મો આવનાર છે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande