નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર (હિ.સ.) રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, બોલિવૂડની સૌથી ચર્ચિત જોડી છે. બંને 'રામલીલા'ના સેટ પર મળ્યા હતા અને 2018માં લગ્ન કરી લીધા હતા. લગ્નના છ વર્ષ બાદ આ કપલના ઘરે નવા મહેમાન આવવાના છે. તાજેતરમાં રણવીર અને દીપિકાએ તેમનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. દીપિકાએ અગાઉ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, તે અને રણવીર સપ્ટેમ્બરમાં માતા-પિતા બનવાના છે. કોઈપણ શુભ કાર્ય પહેલા દીપવીર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમણે સિદ્ધિવિનાયકના દર્શન કરીને પોતાના જીવનની શરૂઆત કરી હતી. હવે તેમની દુનિયામાં નવા મહેમાનના આગમન પહેલા આ દંપતીએ સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા.
શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે રણવીર અને દીપિકાએ, પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં દીપિકા ગોલ્ડ એમ્બ્રોઇડરીવાળી ગ્રીન સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે રણવીર સિંહ સફેદ કુર્તામાં જોવા મળી રહ્યો છે. એક વીડિયોમાં રણવીર અને દીપિકા સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશતા અને આસપાસના લોકોને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. આ વીડિયોના અંતમાં રણવીર દીપિકાનો હાથ પકડીને તેને મંદિર તરફ લઈ જતો જોવા મળે છે.
અન્ય એક વીડિયોમાં રણવીર અને દીપિકા સિદ્ધિવિનાયક મંદિરમાં આરતીમાં ભાગ લેતા જોવા મળે છે. રણવીર આરતીમાં અને તાળીઓમાં મગ્ન છે. દરમિયાન, દીપિકા તાજેતરમાં જ ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળી હતી. તે અજય દેવગન સાથે ફિલ્મ 'સિંઘમ અગેન'માં પણ જોવા મળશે. રણવીર સિંહ ફિલ્મ 'ડોન 3'માં જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / પવન કુમાર / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ