એફબીઆઈના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, કેનેડીની હત્યા અંગે ઓનલાઈન માહિતી લીધા બાદ, હુમલાખોરે ટ્રમ્પ પર હુમલો કર્યો હતો
વોશિંગ્ટન, નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના આરોપીએ હુમલો કરતા પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની હત્યાની માહિતી માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું. આ દાવો ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્
હત્યા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાના આરોપીએ હુમલો કરતા પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની હત્યાની માહિતી માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું. આ દાવો ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે એ બુધવારે ધારાસભ્યો સાથે વાત કરતાં કર્યો હતો. તેમણે કહ્યું કે, આ માહિતી રિકવર થયેલા લેપટોપમાંથી મળી છે.

એફબીઆઈના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આ ઘટનાને અંજામ આપતા પહેલા, તેમણે કેનેડીની હત્યા કરનાર ઓસ્વાલ્ડ કયા અંતરે ઉભા હતા, તે જાણવા માટે ગૂગલ પર સર્ચ કર્યું હતું.

ઓસ્વાલ્ડ વાસ્તવમાં લી હાર્વે ઓસ્વાલ્ડનો સંદર્ભ છે, જેમણે 22 નવેમ્બર, 1963ના રોજ ડલ્લાસમાં તત્કાલિન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હત્યા કરી હતી.

રે એ હાઉસ જ્યુડિશિયરી કમિટી સમક્ષ સુનાવણીમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પની રેલીના બંદૂકધારી થોમસ મેથ્યુ ક્રૂક્સે, દેખીતી રીતે 6 જુલાઈના રોજ ગૂગલ પર આ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે, ક્રૂક્સે આના એક અઠવાડિયા પછી પેન્સિલવેનિયાના બટલરમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ પર ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર/અજીત તિવારી/મુકુંદ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande