સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી
મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા અઘટીત બનાવ ન બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રત
સાબરકાંઠા જિલ્લામાં હથિયાર બંધી


મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ખાનગી ઇનપુટો ધ્યાને લેતા જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા અઘટીત બનાવ ન બને તે માટે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા છે.

જિલ્લાતમાં કાયદો અને વ્યવસ્થાકની પરિસ્થિોતિ જળવાય રહે તે માટે સાબરકાંઠા જિલ્લાયના અધિક જિલ્લાર મેજીસ્ટ્રે ટશ્રી કે.એ વાઘેલા તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામાં દ્વારા સાબરકાંઠા જિલ્લાલમાં આગામી 28 જુલાઇ ૪સુધીનાસમયગાળામાં નગરપાલિકા વિસ્તાથરમાં સબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રે ટશ્રી અને ગ્રામ્યિ વિસ્તા‍રમાં મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજુરી મેળવ્યાા સિવાય શસ્ત્રો્, દંડ, તલવાર, ભાલા, ધોકા, બંદુક, ચપ્પું, લાકડી, લાઠી, કુલ્લીવાળી લાકડી તથા શારિરીક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ પ્રકારના સાધનો ધારણ કરવાની કે સાથે લઈ જવાની મનાઇ ફરમાવેલ છે.આ જાહેરનામામાં પથ્થરો અથવા ફેંકી શકાય તેવી કોઈપણ પ્રકારની વસ્તુાઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો ધારણ કરવાની – એકઠાં કરવાની કે સાથે લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા તૈયાર કરવાની દેખાડવાની, સળગાવવાની કે સાથે લઈ જવાની, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વિસ્ફોતટક પદાર્થો ધારણ કરવાની કે સાથે લઈ જવાની, જેનાથી સુરૂચિનો ભંગ થાય અથવા નિતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની તેવી ચેષ્ટા કરવાની, તેવા ચિત્રો – પત્રિકા – પ્લેઇ કાર્ડ અથવા વસ્તુો તૈયાર કરવાની અથવા ફેલાવો કરવાની કે સાથે લઈ જવાની, બૂમો પાડવાની – અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા અથવા ટોળામાં ફરવાની તથા કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ / હર્ષ શાહ


 rajesh pande