એલઆઈસી એ બનાવ્યો નવો રેકોર્ડ, માર્કેટ કેપ રૂ. 7.34 લાખ કરોડ
મુંબઈ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) ના શેર, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 1,178.60 ના રેકોર્ડ લાઈફ ટાઈમના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ સાથે એલઆઈસી નું માર્કેટ કેપિટલા
એલઆઈસી


મુંબઈ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) ના શેર, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 1,178.60 ના રેકોર્ડ લાઈફ ટાઈમના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ સાથે એલઆઈસી નું માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) 7.34 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર ટ્રેડિંગ દરમિયાન એલઆઈસી ના શેરની કિંમત રૂ. 1,178.60ની નવી ઊંચી સપાટીએ પહોંચી હતી. અગાઉ, કંપનીનો સ્ટોક 9 ફેબ્રુઆરી, 2024 ના રોજ શેર દીઠ રૂ. 1175ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતો. આ શાનદાર પ્રદર્શનને કારણે આ શેરે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 38.61 ટકા વળતર આપ્યું છે. આ આંકડો બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી કરતાં ઘણો વધારે છે, જેણે અનુક્રમે 11.24 ટકા અને 12.86 ટકા વળતર આપ્યું છે.

શેરબજારમાં એલઆઈ ના શેરમાં થયેલા વધારાને કારણે એલઆઈસી દેશની આઠમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે. આ સાથે, તે સરકાર દ્વારા સૂચિબદ્ધ પીએસયુ કંપનીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પછી બીજા ક્રમે છે. હાલમાં, બીએસઈ સેન્સેક્સ પર એલઆઈસી નો શેર 30.55 પોઈન્ટ અથવા 2.63 ટકાના વધારા સાથે 1,191.05 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

નોંધનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) એલઆઈસીનો ચોખ્ખો નફો 9,544 કરોડ રૂપિયા હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ 683 કરોડ નફો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન કુમાર શ્રીવાસ્તવ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande