પેરિસ ઓલિમ્પિક્સ બોક્સિંગ ડ્રો: ભારતીય મહિલા બોક્સરો માટે, પડકારરૂપ માર્ગ
નવી દિલ્હી, 26 જુલાઇ (હિ.સ.) વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાંત દેવ (71 કિગ્રા)ને અનુકૂળ ડ્રો મળ્યો છે જ્યારે, અન્ય ભારતીય બોક્સરોએ શનિવારે નોર્થ પેરિસ એરેના ખાતે શરૂ થયેલી પેરિસ ઓલિમ્પિક્સની બોક્સિંગ સ્પર્ધાઓમાં
બોક્સિંગ


નવી દિલ્હી, 26 જુલાઇ (હિ.સ.) વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા

નિશાંત દેવ (71 કિગ્રા)ને અનુકૂળ ડ્રો મળ્યો છે જ્યારે, અન્ય ભારતીય બોક્સરોએ

શનિવારે નોર્થ પેરિસ એરેના ખાતે શરૂ થયેલી પેરિસ ઓલિમ્પિક્સની બોક્સિંગ

સ્પર્ધાઓમાં સખત ડ્રો મેળવ્યો છે.

વિશ્વ ચેમ્પિયન નિખત ઝરીન (50 કિગ્રા) અને લવલિના બોર્ગોહેન

(75 કિગ્રા) ને મેડલની નજીક જવા માટે સખત મહેનત કરવી પડશે. ભૂતપૂર્વ વર્લ્ડ સિલ્વર

મેડલ વિજેતા અમિત પંઘાલ (51 કિગ્રા) માટે આ પડકાર મુશ્કેલ હોઈ શકે છે.

નિશાંતને બાય મળ્યો છે અને તે તેની પ્રથમ મેચમાં,

ઇક્વાડોરના રોડ્રિગ્ઝ ટેનોરિયોનો સામનો કરશે. જો નિશાંત એક્વાડોરના ખેલાડીને, પાછળ

છોડી દે છે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો મેક્સિકોના પેન અમેરિકન ગેમ્સ

ચેમ્પિયન માર્કો વર્ડે સામે થઈ શકે છે.

પ્રથમ રાઉન્ડમાં નિખતનો સામનો જર્મનીની મેક્સી ક્લોત્ઝટર

સામે થશે. જો તે બીજા રાઉન્ડમાં આગળ વધે છે, તો નિખતે ટોચની ક્રમાંકિત ચીની એશિયન ગેમ્સની ચેમ્પિયન અને

52 કિલોગ્રામની વર્લ્ડ ચેમ્પિયન વુ યુનો સામનો કરવો પડશે.

જો લવલિના બીજા રાઉન્ડમાં પહોંચે છે, તો તેનો સામનો

જૂના હરીફ અને ટોચના ક્રમાંકિત બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા લી ક્વિઆન સામે

થવાની સંભાવના છે.જેણે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ મેચમાં ભારતીયને હરાવ્યા

હતા.

લવલીનાની જીતથી પાંચમી ક્રમાંકિત વિશ્વ રજત ચંદ્રક વિજેતા

ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કર અથવા વિશ્વ ચેમ્પિયન ચોથી ક્રમાંકિત મોરોક્કોની

ખાદીજા અલ-માર્દી સાથે, ક્વાર્ટર ફાઈનલમાં મુકાબલાની શક્યતા વધી જાય છે.

પંઘાલને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો છે અને બીજા રાઉન્ડમાં

તેનો સામનો કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા અને આફ્રિકન ગેમ્સના ચેમ્પિયન

ઝામ્બિયાના પેટ્રિક ચિનેમ્બા સામે થશે.

કોમનવેલ્થ સુવર્ણચંદ્રક માટેના માર્ગમાં સેમિફાઇનલમાં ચિનયેમ્બાને

હરાવનાર અનુભવી ભારતીય જો ઝામ્બિયાને હરાવી દેશે, તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો થાઇલેન્ડના

ઓલિમ્પિયન અને એશિયન ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા થિતિસન પેનમોટ સામે થશે.

જાસ્મીન લેમ્બોરિયા માટે એક કઠિન કાર્ય હશે કારણ કે, તે 57

કિગ્રામાં તેના અભિયાનની શરૂઆતની મેચમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ફિલિપાઈન્સની

નેસ્ટી પેટેસિયો સામે ટકરાશે. જો તે અપસેટ દૂર કરે છે, તો તેનો આગળ

સામનો ફ્રેન્ચ મહિલા યુરોપિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અમિનિયા ઝિદાની સામે

થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande