તૃપ્તિ ડિમરી તેના માતા-પિતા સાથે પહેલીવાર જોવા મળી
નવી દિલ્હી, 26 જુલાઇ (હિ.સ.) ફિલ્મ એનિમલ બાદ અભિનેત્રી તૃપ્તિ ડિમરી, 'ભાભી 2' અને નેશનલ ક્રશ તરીકે સર્વત્ર ફેમસ થઈ ગઈ છે. તૃપ્તિએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં પણ બોલ્ડ સીન્સ આપ્યા છે. તૃપ્તિ તાજેતરમાં જ તેના માતા-પિતા સાથે પહેલીવાર
તૃપ્તિ


નવી દિલ્હી, 26 જુલાઇ (હિ.સ.) ફિલ્મ એનિમલ બાદ અભિનેત્રી તૃપ્તિ ડિમરી, 'ભાભી 2' અને નેશનલ ક્રશ તરીકે સર્વત્ર ફેમસ થઈ ગઈ છે. તૃપ્તિએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં પણ બોલ્ડ સીન્સ આપ્યા છે. તૃપ્તિ તાજેતરમાં જ તેના માતા-પિતા સાથે પહેલીવાર જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીઓએ તૃપ્તિના પરિવારને પણ કેમેરામાં કેદ કર્યા હતા.

તૃપ્તિ ડેમરી હાલમાં પોતાની સતત ફિલ્મોને કારણે ચર્ચામાં છે. તેણે સૌથી પહેલા એનિમલ દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે 'બેડ ન્યૂઝ'માં તેણે વિકી કૌશલ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા છે. તાજેતરમાં જ તૃપ્તિ તેના માતા-પિતા સાથે જોવા મળી હતી. રાત્રિભોજન પછી જ્યારે તેણી તેની સાથે બહાર આવી ત્યારે, પાપારાઝીઓએ તેને ઘેરી લીધી. પ્રથમ વખત તેના માતા-પિતા પણ કેમેરામાં કેદ થયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો હતો.

તૃપ્તિ ડિમરીનો જન્મ હિમાચલ પ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. આજે તે એનિમલ ફિલ્મ માટે જાણીતી છે, પરંતુ તે પહેલા તેણે 'બુલબુલ', 'કાલા', 'લૈલા મજનુ' ફિલ્મોમાં નોંધપાત્ર કામ કર્યું હતું. તેણે ફિલ્મ 'પોસ્ટર બોયઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

બોલ્ડ રોલ પર માતા-પિતાની પ્રતિક્રિયા

તૃપ્તિને પૂછવામાં આવ્યું કે, છેલ્લી કેટલીક ફિલ્મોમાં તૃપ્તિએ આપેલા બોલ્ડ સીન્સ પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા શું હતી. આ અંગે તેણે કહ્યું, મેં મારા માતા-પિતાને આવા સીનનો વિચાર આપ્યો હતો. જ્યારે મેં અભિનય શરૂ કર્યો ત્યારે તેઓ મારી વિરુદ્ધ હતા. તેઓ મારા નિર્ણય સાથે સહમત ન હતા. પરંતુ પછીથી મેં તેમને ખાતરી આપી કે હું કંઈ ખોટું કરીશ નહીં. હું જે પણ કરું છું તેમાં હું આરામદાયક છું.

એનિમલ પછી તૃપ્તિને ફિલ્મોની લોટરી લાગી. અભિનેત્રી 'ધડક 2', 'ભૂલ ભુલૈયા 3', 'આશિકી 3', 'અનિયામલ પાર્ક' જેવી આગામી ફિલ્મોમાં જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande