ડ્રગ સ્મગલર્સની સંસ્થા સિનાલોઆ કાર્ટેલ પર અમેરિકન હુમલો, વિશ્વભરમાં કુખ્યાત ઇસ્માઇલ અલ મેયો અને લોપેજ ની ધરપકડ
વોશિંગ્ટન, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ) અમેરિકાના ન્યાય વિભાગે સિનાલોઆ કાર્ટેલના બે કુખ્યાત નેતાઓની ધરપકડ કરી છે, જે વિશ્વના સૌથી ખતરનાક, હિસક અને શક્તિશાળી ડ્રગ હેરફેર કરતી સંસ્થાઓમાંની એક છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારના અહેવાલો અનુસાર મેક્સિકોના કુખ
અમેરિકા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ) અમેરિકાના ન્યાય વિભાગે સિનાલોઆ કાર્ટેલના બે કુખ્યાત નેતાઓની ધરપકડ કરી છે, જે વિશ્વના સૌથી ખતરનાક, હિસક અને શક્તિશાળી ડ્રગ હેરફેર કરતી સંસ્થાઓમાંની એક છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારના અહેવાલો અનુસાર મેક્સિકોના કુખ્યાત ડ્રગ લોર્ડ અને સિનાલોઆ કાર્ટેલના સહ-સ્થાપક ઇસ્માઇલ અલ મેયો જામ્બાડા, અલ પાસો, ટેક્સાસમાં યુએસ ફેડરલ એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી છે,

રિપોર્ટ અનુસાર ડ્રગ્સની તસ્કરીની દુનિયાના 'ગોડફાધર' તરીકે જાણીતા અલ ચાપો ગુઝમેનના પુત્ર જોકિન ગુજમૈન લોપેઝની પણ ધરપકડ કરવામાં આવી છે. જામ્બાડા પર ફેન્ટાનાઇલના ઉત્પાદન અને હેરફેર અને અન્ય ડ્રગ્સ (કોકેઈન, હેરોઈન, મેથામ્ફેટામાઈન)ની હેરફેરનો આરોપ છે. અમેરિકી સરકારે તેની ધરપકડ માટે 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

અહેવાલ છે કે, 76 વર્ષીય જાંબાડા અને અલ ચૈપો ગુજમૈન સાથે મળીને ગુનાઓ કરતા હતા. ફેબ્રુઆરીમાં જાંબાડા પર અમેરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા ફેન્ટાનીલના ઉત્પાદન અને ટ્રાફિકના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પદાર્થ હેરોઈન કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. તેને અમેરિકન ઓપિઓઇડ સંકટ માટે જવાબદાર ગણવામાં આવે છે.

અમેરિકાના એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે જણાવ્યું હતું કે, આ બંને વ્યક્તિઓ વિશ્વમાં સૌથી વધુ હિંસક અને શક્તિશાળી ડ્રગ હેરફેર કરતી સંસ્થાનું નેતૃત્વ કરે છે. અલ મેયો અને લોપેઝ સિનાલોઆ કાર્ટેલના મુખ્ય નેતાઓ તરીકે સૂચિબદ્ધ છે. પ્લેનમાંથી ઉતરતી વખતે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ 2018માં યુએસ સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર સિનાલોઆ કાર્ટેલની વાર્ષિક આવક ત્રણ અબજ ડોલર છે. તેનો પ્રભાવ ઓછામાં ઓછા 50 દેશોમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande