કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને ભાજપે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 27 જુલાઇ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 'મિસાઈલ મેન' ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને, આજે તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શાહે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ભૂતપૂર્વ રા
કલામ


નવી દિલ્હી, 27 જુલાઇ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 'મિસાઈલ મેન' ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને, આજે તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શાહે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

તેમણે લખ્યું, પોતાના અંતિમ શ્વાસ સુધી યુવાનોને માર્ગદર્શન આપનાર ડૉ. કલામજી નું જીવન સખત મહેનત, સાદગી અને સંવેદનશીલતાનો અનોખો સમન્વય હતો. 'પીપલ્સ પ્રેસિડેન્ટ' તરીકે પ્રખ્યાત ડૉ. કલામજીએ, વિજ્ઞાનથી લઈને રાજકારણ સુધીના પોતાના કાર્યોથી દરેકને પ્રભાવિત કર્યા. તેમણે કહ્યું કે હિંમત અને અથાક મહેનતથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. 'મિસાઈલ મેન' ડૉ. કલામના વિચારો આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે.

ભારતીય જનતા પાર્ટીએ પણ, તેમને ભાવુક રીતે યાદ કર્યા છે. બીજેપીએ તેના હેન્ડલ પર લખ્યું છે કે, પ્રેરણાનાં પ્રતિક એવા ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ, જેમનો વારસો મન ને પ્રજ્વલિત કરે છે, સપનાઓને બળ આપે છે અને ભારતના ભવિષ્યને આકાર આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande