ખેતીવાડીના નુકસાનનો સર્વે તત્કાલ કરવાની સૂચના આપતા જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ
સુરત,27 જુલાઈ (હિ.સ.) જિલ્લા પ્રભારી અને નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રીી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન વરસાદી સ્થિતિની અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મંત્
kanu bhai desai


સુરત,27 જુલાઈ (હિ.સ.) જિલ્લા પ્રભારી અને નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રીી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લાની પ્રવર્તમાન વરસાદી સ્થિતિની અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મંત્રીએ અસરગ્રસ્તોનો તત્કાલ સર્વે કરીને કેશડોલ્સ વિતરણ, માનવ મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી કરવા તથા વરસાદી પાણી ઓસર્યા બાદ સાફ સફાઇની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. તેમણે ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે કરવા જણાવ્યું હતું, જે સંદર્ભે જિલ્લા ખેતીવાડી અધિકારીએ બે દિવસમાં ચાર હજાર હેકટરનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હોવાની વિગતો આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ પ્રવર્તમાન સ્થિતિ મુજબ છેલ્લા દસ વર્ષના વરસાદ મુજબ સરેરાશ 1127 મી.મી. એટલે કે, સિઝનનો કુલ 75 ટકા વરસાદ પડી ગયો હોવાની વિગતો આપી હતી. જયારે ચાર માનવમૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં જુદા જુદા ગામોમાં ૩૬૧૬ લોકોનું સ્થંળાતર, 353 લોકોના રેસ્કયુ કર્યા હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત,ચોમાસા દરમિયાન પાણી ભરાવા, બંધ રસ્તાઓના ઓવર ટોપિંગ, ડેમની સ્થિતિ અંગેનો ચિતાર આપ્યો હતો. જે સંદર્ભે મંત્રીશ્રીએ જયાં પણ જરૂરી જણાય ત્યાં લોકોનું તકેદારીના ભાગરૂપે આગોતરા સ્થળાંતર કરવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં36 ગામોમાં 30 ટીમો દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે, જેમાં 12 ગામોનો સર્વે થઈ ચૂકયો છે તેમજ બાકી રહેલા સર્વેની કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / હર્ષ શાહ


 rajesh pande