દીપડીનું બે મહિનાનું બચ્ચુ હાથાકુંડી ગામે રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું.
ભરૂચ,06 જુલાઇ (હિ.સ.) નેત્રંગ ,વાલિયા અને ઝઘડિયા તાલુકામાં દીપડાની વસ્તીમાં છેલ્લા દસ વર્ષમાં ખૂબ
દીપડીનું બે મહિનાનું બચ્ચુ હાથાકુંડી ગામે રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું.


દીપડીનું બે મહિનાનું બચ્ચુ હાથાકુંડી ગામે રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું.


દીપડીનું બે મહિનાનું બચ્ચુ હાથાકુંડી ગામે રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું.


ભરૂચ,06 જુલાઇ (હિ.સ.) નેત્રંગ ,વાલિયા અને ઝઘડિયા તાલુકામાં દીપડાની વસ્તીમાં છેલ્લા દસ વર્ષમાં ખૂબ વધારો થયો છે. અવારનવાર આ ત્રણેય તાલુકામાં દીપડા લોકોને જોવા મળતા હોય છે જેને પાંજરા મૂકીને પકડવામાં આવે છે .પરંતુ દીપડા માટે જંગલમાં નથી રહેઠાણ કે ખોરાકની સુવિધા એટલે ઘણા સમયથી રેવન્યુ વિસ્તારમાં દીપડાઓએ તેનું રહેઠાણ બનાવી દીધું છે .જેનો એક પુરાવો હાથાકૂંડી ગામે વરસાદમાં દીપડીનું એક બચ્ચું ગામમાં રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું હતું. દીપડા આમ તો બિલાડી કુળના હોય આ બચ્ચુ તેના જેવું જ દેખાતું હતું પરંતુ તેના પંજા મોટા હોવાથી લોકોએ વન વિભાગને જાણ કરી હતી. આથી નેત્રંગ વન વિભાગ તેની ટીમ સાથે આવીને આ દીપડીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું.

નેત્રંગ તાલુકાના છેવાડાના ગામ હાથાડુંડી ગામેથી તેની માંથી વિખૂટું પડેલું દીપડીનું માત્ર બે મહિનાનું નાનું બિલાડી જેવું દેખાતું બચ્ચુ ગામ લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું.જેની જાણ નેત્રંગ રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયાને કરતા તેના માર્ગદર્શન હેઠળ દિપડીના નાના બચ્ચાને હાથાકુંડીથી લાવી તેની સારવાર કરવામાં આવેલ હતી .ત્યારબાદ સાંજના સમયે ફરી જે જગ્યાએથી મળી આવ્યું હતું ત્યાં તે જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરી દિપડી ગામના લોકોને વારંવાર જોવા મળતી હતી તે સ્થળ પર દિપડી જોવા મળતા બચ્ચાને છોડી તેની માઁ સાથે ફરી મિલન કરાવી જીવતદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/હર્ષ શાહ


 rajesh pande