ઈકબાલ દરૈયાની છેતરપીંડીનો ભોગ બનનાર લોકો સ્વબચાવ માટે હાઈકોર્ટના શરણે પહોંચ્યા.
- 14 પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરી લૂલો બચાવ કરવા નીકળ્યા જમીન ભાડે અને ખરીદનારાઓ. ભરૂચ,06 જુલાઇ (હિ
ઈકબાલ દરૈયાની છેતરપીંડીનો ભોગ બનનાર લોકો સ્વબચાવ માટે હાઈકોર્ટના શરણે પહોંચ્યા.


- 14 પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરી લૂલો બચાવ કરવા નીકળ્યા જમીન ભાડે અને ખરીદનારાઓ.

ભરૂચ,06 જુલાઇ (હિ.સ.) ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજની ટ્રસ્ટની જમીન વેચનાર અને ભાડે આપનાર ભેજાબાજ ઈકબાલ દરૈયા હાલમાં પોલીસ સકંજામાં છે. પોલીસ ઔપચારીક રીમાન્ડ મેળવી તપાસના નામે સમય પસાર કરી રહી છે. કારણ કે, પહેલી અને બીજી બન્ને ફરીયાદમાં 3 દિવસના એમ 6 દિવસના

રીમાન્ડમાં પોલીસ કોઈ ઠોસ વિગતો ઉકેલી શકી નથી. બીજી બાજુ ઈકબાલ દરૈયાએ ખોટા દસ્તાવેજને સાચા રજૂ કરી વકફની જમીન ખરીદનાર અને ભાડે આપનારને છેતર્યા છે એવું પુરવાર કરવા એ લોકો પોતાના સ્વબચાવ માટે હાઈકોર્ટના શરણે ગયા છે. ત્યારે હાઈકોર્ટમાં પીટીશન થઈ છે એ કેસમાં ખોટા દસ્તાવેજ તો અપાયા જ છે તો એ કેસમાં પોલીસ ફરીયાદ કેમ દાખલ નથી કરી રહી તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે.બીજી બાજુ વકફની જમીન ખરીદનાર કે ભાડે રાખનારને ઇકબાલ સાથે મુલાકાત કરાવનાર ઝુબેર લુલાત નામના શખ્સને પોલીસ કેમ પકડતી નથી તે સવાલ પણ મુસ્લિમ સમાજને મુંઝવી રહ્યો છે.

વકફ બોર્ડના પૂર્વ સભ્ય ઈકબાલ દરૈયા અને કર્મચારી અફસાના કાઝીએ ગુજરાત ભરમાં વકફની જમીનનાં ખોટા દસ્તાવેજ બનાવી તેને વેચી મારવાનું અને ભાડે આપવાનું કરોડોનું કૌભાંડ કર્યુ છે. અફસાના અત્યારે ભુગર્ભમાં છે જ્યારે ઈકબાલ દરૈયાને જ્યુડિશલ કસ્ટડીમાં નાખી દેવાયો છે. અંકલેશ્વરના અલગ અલગ ડીવીઝનનાં બે ગુનામાં ભરૂચ પોલીસે તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પરંતુ કરોડાનાં કૌભાંડમાં પોલીસ કંઈક નક્કર વિગત ઉકેલી શકી નથી. કારણ કે, ઈકબાલ દરૈયાનાં ખાસ અને ભુતકાળમાં કાપોદ્રાના જમીન કૌભાંડમાં પણ જેનું નામ ચર્યાયુ હતું તે ઝુબેર લૂલાત નામનો શખ્સ હજુ બિન્દાસ્ત ફરી રહ્યો છે. કહેવાય છે કે, આ કેસમાં ઝુબેરે યેન કેન પ્રકારે પડદા પાછલ રહી પોલીસ અધિકારી સાથે પણ સારા સંબંધ કેળવી લીધા છે. જેથી આ કેસની મહત્વની કડી હોવા છતાં હજુ પોલીસ ઝુબેરને પોતાની રડાર પર લઈ રહી નથી.

બીજીબાજુ ઈકબાલ દરૈયા,અફસાના અને તેના મળતીયાઓએ જે લોકોને છેતર્યા હતાં જેમની ઈકબાલે આપેલા દસ્તાવેજ સાચા સમજી અંધારામાં રહીને વકફની જમીન ખરીદી કે ભાડે રાખી હતી તેઓ પોતાના બચાવ માટે હાઈકોર્ટમાં ગયા છે. આ 14 પીટીશનરે કદાચ અજાણતામાં વકફની જમીન લીધી હોય તેવો દાવો કરી જમીન પરત પણ આપી દીધી હોય તેમ છતાં આવા કિસ્સામાં તેમને બોગસ દસ્તાવેજ તો અપાયા જ હતાં. જેથી ગુનો તો બન્યો જ હતો. તો પછી આ કેસમાં પણ પોલીસે પીટીશનરોને બોલાવી તેમને ઈકબાલ દરૈયા સાથે મુલાકાત કરાવનાર અને બીજા કયા કયા લોકોએ વકફની જમીન લેવા સંપર્ક કર્યો હતો તે વિગતો મેળવી ફરીયાદ દાખલ કરવી જોઈએ અને આ પીટીશનરોએ પણ પોલીસની સમક્ષ સાચા નિવેદનો લખાવી વકફ જમીન કૌભાંડમાં સત્ય મુસ્લિમ સમાજ સામે બહાર આવે તેમાં સહયોગ આપે તો મુસ્લિમ સમાજના દુશ્મનો કોણ કોણ છે તેના અસલી ચહેરા સામે આવે તેમ છે. વકફ જમીન કૌભાંડમાં સારી કામગીરી કરનાર વકફના ચેરમેન મોહસીન લોખંડવાળા અને સીઈઓ એમ એચ ખુમાર પણ આ મામલે ગુનો દાખલ થાય તે દીશામાં કામ કરે તેવી માંગ મુસ્લિમ સમાજ કરી રહ્યુ છે.

વક્ફની જમીન ખરીદનાર અને ભાડે રાખનાર લોકો પૈકી 14 કિસ્સાઓમાં સ્વબચાવ માટે હાઈકોર્ટમાં પીટીશન દાખલ થઈ છે. કારણ કે ઈકબાલ દરૈયાએ તેમને ભોળવી અંધારામાં રાખી ખોટા દસ્તાવેજો બતાવી વકફની જમીન પધરાવી દીધી હતી.આ પીટીશનોની સુનાવણી ઓગસ્ટ મહિનાની અલગ અલગ તારીખોએ થશે .

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/હર્ષ શાહ


 rajesh pande