બુલિયન માર્કેટમાં સોનું ઝડપથી મોંઘુ થયું, ચાંદીની ચમક પણ વધી
- છેલ્લા એક સપ્તાહમાં સોનું રૂ. 2 હજાર મોંઘુ થયું નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત બીજા દિવસે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ કારણે દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં 24 કેર
સોનું


- છેલ્લા એક

સપ્તાહમાં સોનું રૂ. 2 હજાર મોંઘુ થયું

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત બીજા

દિવસે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ કારણે દેશના મોટાભાગના બુલિયન

માર્કેટમાં 24 કેરેટ સોનું

પ્રતિ 10 ગ્રામ 75 હજાર રૂપિયાની

ઉપર અથવા તેની ખૂબ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું રૂ.

75,040 થી રૂ. 74,890 પ્રતિ 10 ગ્રામની

રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું પણ આજે રૂ. 68,800 થી રૂ. 68,650 પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે.

છેલ્લા 7 દિવસમાં સોનાની કિંમતમાં 10 ગ્રામ દીઠ લગભગ 2,000 રૂપિયાનો વધારો

થયો છે. એ જ રીતે, છેલ્લા એક

સપ્તાહમાં ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. 7,500નો વધારો થયો છે. ગઈકાલથી આજની વચ્ચે જ ચાંદી રૂ. 2400 પ્રતિ કિલો

મોંઘી થઈ ગઈ છે. કિંમતોમાં ઉછાળાને કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત

આજે 92,000 રૂપિયા પ્રતિ

કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો

ભાવ 75,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ

થઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાની

કિંમત 68,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ

છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 74,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, અમદાવાદમાં 24 કેરેટ સોનાની

છૂટક કિંમત 10 ગ્રામ દીઠ 74,940 રૂપિયા અને 22 કેરેટ સોનાની

કિંમત 10 ગ્રામ દીઠ 68,700 રૂપિયા નોંધાઈ

છે. આ મોટા શહેરો સિવાય ચેન્નઈમાં આજે 24 કેરેટ સોનું 74,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 68,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે

વેચાઈ રહ્યું છે. એ જ રીતે કલકતામાં પણ 24 કેરેટ સોનું 74,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે અને 22 કેરેટ સોનું 68,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે

આવી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / પવન કુમાર / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande