સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કર્યો, નવા દર લાગુ થયા
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે કેન્દ્ર સરકારે, સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. આ સિવાય પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર વિશેષ વધારાની એક
વિન્ડફોલ


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે કેન્દ્ર સરકારે, સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. આ સિવાય પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી શૂન્ય પર જાળવવામાં આવી છે. નવા દરો બુધવારથી લાગુ થઈ ગયા છે.

સરકારી નોટિફિકેશન અનુસાર, સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 1,850 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત શૂન્ય પર જાળવવામાં આવી છે. અગાઉ 31 ઓગસ્ટના રોજ, સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 2,100 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1,850 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વિન્ડફોલ ટેક્સ દર પખવાડિયે બે અઠવાડિયામાં તેલની સરેરાશ કિંમતોના આધારે સૂચિત કરવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. આ સાથે ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું, જેઓ ઉર્જા કંપનીઓના વિન્ડફોલ નફા પર ટેક્સ લગાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande