એમેઝોને, ભારતના 'કંટ્રી મેનેજર' તરીકે, સમીર કુમારને નિયુક્ત કર્યા
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને, સમીર કુમારની ભારતના 'કંટ્રી મેનેજર' તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. કુમાર, વર્તમાન ‘કન્ટ્રી મેનેજર’ મનીષ તિવારીની જગ્યા લેશે. તેઓ 1 ઓક્ટોબરથી ભારતની ઓપરેશનલ જવાબદારીઓ સંભાળશે.
એમેઝોન

ટોચના નેતૃત્વમાં ફેરફાર વિશે માહિતી આપતા, કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે, સમીર કુમારને ભારતના 'કંટ્રી મેનેજર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમેઝોને કહ્યું કે, કંપનીએ આ નિર્ણય ભારતના વર્તમાન 'કંટ્રી મેનેજર' મનીષ તિવારીના રાજીનામા બાદ લીધો છે. કુમાર આ ફેરફાર પર મનીષ તિવારી સાથે મળીને કામ કરી રહ્યા છે.

એમેઝોનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અમિત અગ્રવાલે આંતરિક ઈમેલમાં જણાવ્યું હતું કે, 25 વર્ષનો અનુભવ ધરાવતા સમીર કુમાર હવે કંપનીના ઈન્ડિયા કન્ઝ્યુમર બિઝનેસની દેખરેખ કરશે, કારણ કે એમેઝોન ઈન્ડિયાના વર્તમાન 'કંટ્રી મેનેજર' મનીષ તિવારીએ એમેઝોનમાંથી રાજીનામું આપીને બહાર તક શોધવાનું નક્કી કર્યું છે. તેઓ 1 ઓક્ટોબરથી ભારતમાં તેમની ઓપરેશનલ જવાબદારીઓ સંભાળશે. કુમાર, 1999માં એમેઝોન સાથે જોડાયા હતા. તે ચાવીરૂપ ટીમનો ભાગ છે જેણે 2013માં, એમેઝોન.ઇન ની યોજના બનાવીને પ્રસ્તુત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ યાદવ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande