ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને, 1.31 ટકાના ચાર મહિનાની નીચી સપાટીએ
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને રાહત આપતા સમાચાર આવ્યા છે. રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો અને શાકભાજી સસ્તી થવાને કારણે, જથ્થાબંધ ભાવાંક (ડબ્લ્યુપીઆઈ) પર આધારિત જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટ મહિનામાં ઘટીને 1.
જથ્થાબંધ મોંઘવારી દર માં ઘટાડો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.) મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને રાહત આપતા સમાચાર આવ્યા છે. રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો અને શાકભાજી સસ્તી થવાને કારણે, જથ્થાબંધ ભાવાંક (ડબ્લ્યુપીઆઈ) પર આધારિત જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટ મહિનામાં ઘટીને 1.31 ટકા પર આવી ગયો છે. આ ચાર મહિનામાં તેનું સૌથી નીચું સ્તર છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં જણાવ્યું હતું કે, શાકભાજી અને ખાદ્ય ચીજોની સસ્તીતાને કારણે ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 1.31 ટકા પર આવી ગયો છે. ગયા મહિને જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.04 ટકા પર આવી ગયો હતો. એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 1.26 ટકા હતો. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટ 2023માં આ દર -0.46 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે.

ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો ઓગસ્ટમાં 3.11 ટકા હતો, જ્યારે જુલાઈમાં તે 3.45 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં 10.01 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે જુલાઈમાં તે 8.93 ટકા હતો. જોકે, ઓગસ્ટમાં બટાટા અને ડુંગળીનો ફુગાવો અનુક્રમે 77.96 ટકા અને 65.75 ટકાના સ્તરે ઊંચો રહ્યો હતો. પરંતુ, ઈંધણ અને વીજળીની શ્રેણીમાં ફુગાવો જુલાઈમાં 1.72 ટકાની સરખામણીએ, ઓગસ્ટ મહિનામાં ઘટીને 0.67 ટકા થયો છે.

નોંધનીય છે કે, એનએસઓ દ્વારા ગયા અઠવાડિયે જારી કરાયેલા આંકડા મુજબ શાકભાજીની વધતી કિંમતોને કારણે, ઓગસ્ટ મહિનામાં છૂટક મોંઘવારી દર 3.65 ટકા હતો, જ્યારે જુલાઈ મહિનામાં તે 3.54 ટકા હતો. જો કે, નાણાકીય નીતિ ઘડતી વખતે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ, મુખ્યત્વે રિટેલ ફુગાવાનો દર 2-4 ટકાની રેન્જમાં રહેવાની અપેક્ષા રાખી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ શર્મા / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande