એર ઈન્ડિયાએ, દિલ્હી-કુઆલાલંપુર નોનસ્ટોપ, દૈનિક ફ્લાઈટ શરૂ કરી
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ, નવી દિલ્હી અને કુઆલાલંપુર વચ્ચે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરી છે. એર ઈન્ડિયાના એરબસ એ320 નિયો (નવા એન્જિન વિકલ્પ) એરક્રાફ્ટ દ્વારા સંચાલિત, આ ફ્લાઇટ 15 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક સમય અ
દૈનિક ફ્લાઈટ


મલેશિયા


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ, નવી દિલ્હી અને કુઆલાલંપુર વચ્ચે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઈટ શરૂ કરી છે. એર ઈન્ડિયાના એરબસ એ320 નિયો (નવા એન્જિન વિકલ્પ) એરક્રાફ્ટ દ્વારા સંચાલિત, આ ફ્લાઇટ 15 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર 20.43 કલાકે કુઆલાલંપુરમાં ઉતરી હતી.

એર ઈન્ડિયાએ સોમવારે, 'એક્સ' પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રાજધાની નવી દિલ્હી અને મલેશિયાની રાજધાની કુઆલાલંપુર વચ્ચે અમારા નવા નોન-સ્ટોપ રૂટના ઉદ્ઘાટનની ઉજવણી કરી હતી. કંપનીએ કહ્યું કે, તે મલેશિયન મુસાફરો માટે એરલાઇનના વિશ્વવ્યાપી નેટવર્કને ઍક્સેસ કરવા માટે નવું કનેક્શન ખોલે છે, જે પાંચ ખંડોમાં ફેલાયેલું છે. એરલાઈને કહ્યું કે તે હવે દરરોજ નોન-સ્ટોપ કુઆલાલંપુર માટે ઉડાન ભરશે. તમારી ટિકિટ હવે http://airindia.com અથવા એર ઈન્ડિયા એપ પર બુક કરો.

નોંધનીય છે કે, કુઆલાલંપુર એ દક્ષિણપૂર્વ એશિયામાં એર ઈન્ડિયાનું છઠ્ઠું સ્થળ છે, જે આ ક્ષેત્રમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે અને વૈશ્વિક રૂટ નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. એર ઈન્ડિયાની કુઆલાલંપુરની સેવા ભારત અને મલેશિયા વચ્ચે મુસાફરોની વધતી સંખ્યા માટે એક નવો વિકલ્પ પૂરો પાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ શર્મા / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande