બુલિયન માર્કેટમાં નજીવો ઘટાડો, સોના-ચાંદીના ભાવ ઘટ્યા
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત બે દિવસના ઉછાળા બાદ, આજે નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ફરી એકવાર 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી નીચે આવી ગયું છે
સોના-ચાંદી


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત બે દિવસના ઉછાળા બાદ, આજે નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ફરી એકવાર 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી નીચે આવી ગયું છે. બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 74,930 રૂપિયાથી 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું પણ આજે 68,790 રૂપિયા અને 68,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે. કિંમતોમાં ઘટાડાને કારણે, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત આજે 91,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગઈ છે.

દેશની રાજધાની દિલ્હીમાં, આજે 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 68,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાની છૂટક કિંમત 10 ગ્રામ દીઠ 74,930 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂપિયા 68,690 નોંધાઈ છે. આ મોટા શહેરો સિવાય ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 68,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે કોલકાતામાં પણ 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે અને 22 કેરેટ સોનું 68,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું છે.

લખનૌના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 68,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત વધીને 74,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 68,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. એ જ રીતે જયપુરમાં 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 68,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ આજે કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવ નબળા પડ્યા છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે આ ત્રણેય શહેરોના બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 68,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande