એલઆઈસી એ, નેક્સ્ટ જનરેશન ડિજિટલ પ્લેટફોર્મ માટે ઇન્ફોસિસ પસંદ કર્યું
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) એ નેક્સ્ટ જનરેશન ડિજિટલ પ્લેટફોર્મ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ કંપની ઈન્ફોસિસની પસંદગી કરી છે. આ કરાર હેઠળ, ઇન્ફોસિસગ
જોડાણ


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર

(હિ.સ.) દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) એ નેક્સ્ટ જનરેશન ડિજિટલ પ્લેટફોર્મ માટે

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ કંપની ઈન્ફોસિસની પસંદગી કરી છે. આ કરાર હેઠળ, ઇન્ફોસિસગ્રાહકો, એજન્ટો અને

કર્મચારીઓ માટે ઉન્નત અનુભવો અને ડેટા-આધારિત વૈયક્તિકરણ સુવિધાઓ સાથે એલઆઈસીપ્રદાન કરશે.

ઈન્ફોસિસે સોમવારે 'એક્સ' પોસ્ટ પર જારી નિવેદનમાં આ માહિતી આપી છે.

કંપનીએ કહ્યું કે,” ઇન્ફોસિસે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીસાથે સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.જેથી એલઆઈસીડીઆઈવીઈ (ડિજિટલ ઇનોવેશન એન્ડ વેલ્યુ એડિશન) નામની તેની

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આગળ વધારી શકે.

ઇન્ફોસિસના જણાવ્યા અનુસાર,”આ કરાર હેઠળ, તેણે ડિજિટલ

ઇનોવેશન એન્ડ વેલ્યુ એન્હાન્સમેન્ટ (ડીઆઈવીઈ) નામની તેની

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આગળ વધારવા માટે એલઆઈસીસાથે સહયોગ કર્યો છે. ક્ષેત્રો પસંદ કર્યા છે.”

આ કરાર હેઠળ, ઇન્ફોસિસએક નેક્સ્ટ જનરેશન ડિજિટલ પ્લેટફોર્મ બનાવશે, જે એલઆઈસીગ્રાહકો, એજન્ટો અને

કર્મચારીઓ માટે બહેતર જોડાણ અને ડેટા આધારિત વ્યક્તિગત અનુભવો પહોંચાડવા પર ધ્યાન

કેન્દ્રિત કરશે. જોકે, કંપનીએ આ ડીલની

રકમનો ખુલાસો કર્યો નથી.

કંપનીએ જણાવ્યું હતું કે,” ઇન્ફોસિસ એલઆઇસીને એઆઈ ક્ષમતાઓ

સાથે ટર્નકી સિસ્ટમ ઇન્ટિગ્રેશન સેવાઓ પ્રદાન કરશે.જેમાં ઇન્ફોસિસ ટોપાઝ અને ઇન્ફોસિસ કોબાલ્ટની ડેવસેકઓપ્સસેવાઓનો સમાવેશ થાય છે.”

વધુમાં, ઈન્ફોસિસ ડિજિટલ

ટ્રાન્સફોર્મેશન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેટ કરવામાં મદદ કરશે અને એકવાર

પ્લેટફોર્મ કાર્યરત થઈ જાય પછી તેનું સતત નિરીક્ષણ અને જાળવણી સુનિશ્ચિત કરશે.

બીજી તરફ, જાહેર ક્ષેત્રની વીમા કંપની એલઆઈસીના ચીફ

એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ

ડિરેક્ટર (એમડી) સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું હતું કે,” ઇન્ફોસિસ

સાથેનો અમારો કરાર અમારી ડિજિટલ પરિવર્તન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ

છે.” તેમણે કહ્યું કે,” આનાથી અમારી ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે.”

મોહંતીએ જણાવ્યું હતું કે,” અમે ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ એઆઇસહિત ઇન્ફોસિસ દ્વારા પ્રદાન કરવામાં આવેલી નવીનતમ તકનીકોનો

ઉપયોગ કરીને નવીનતા અને અમારી ઓફરિંગને સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ શર્મા / ડો

માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande