વડાપ્રધાને, તમિલનાડુમાં તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમિલનાડુમાં, તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન કાર્યક્રમને એક વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કરતા કહ્યું કે,”આજનો દિવસ ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્ર
લસદ


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે

તમિલનાડુમાં, તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન કાર્યક્રમને એક

વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કરતા કહ્યું કે,”આજનો દિવસ ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રાનો એક

મહત્વપૂર્ણ પડાવ છે.”

તેમણે નવા તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલને 'ભારતના મેરીટાઇમ

ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો સ્ટાર' ગણાવ્યો હતો. વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટની ક્ષમતા વધારવામાં,

તેની ભૂમિકા પર પ્રકાશ પાડતા વડાપ્રધાને કહ્યું, “14 મીટરથી વધુના ઊંડા ડ્રાફ્ટ અને 300 મીટરથી વધુ

લાંબા બર્થ સાથે, આ ટર્મિનલ એક વી.ઓ.સી. પોર્ટની ક્ષમતા

વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” નવા

ટર્મિનલથી પોર્ટ પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને ભારત માટે વિદેશી

હૂંડિયામણની, બચત થવાની અપેક્ષા છે.”

તેમણે તમિલનાડુના લોકોને અભિનંદન આપ્યા અને વી.ઓ.સી. બે વર્ષ પહેલા તેમની મુલાકાત દરમિયાન, શરૂ

કરાયેલા પોર્ટ સંબંધિત અનેક પ્રોજેક્ટને યાદ કર્યા. આ કામો ઝડપથી પૂર્ણ થવા બદલ

તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” ટર્મિનલની

મુખ્ય સિદ્ધિઓમાંની એક લિંગ વિવિધતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા છે.” મોદીએ કહ્યું

કે, “આ નવા બનેલા

ટર્મિનલમાં 40 ટકા મહિલા

કર્મચારીઓ હશે, જે તેને મેરીટાઇમ

સેક્ટરમાં મહિલાઓના નેતૃત્વવાળા વિકાસનું પ્રતીક બનાવે છે.”

ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવવામાં તમિલનાડુના

દરિયાકાંઠાની મહત્વની ભૂમિકાને સ્વીકારતા મોદીએ કહ્યું કે,” તમિલનાડુ ત્રણ મોટા

બંદરો અને 17 બિન-મુખ્ય બંદરો

સાથે દરિયાઈ વેપારનું, મુખ્ય કેન્દ્ર બની ગયું છે.” તેમણે કહ્યું કે,”

પોર્ટ-આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, ભારત આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલ અને વી.ઓ.સી. ના વિકાસમાં રૂ. 7,000 કરોડથી વધુનું

રોકાણ કરી રહ્યું છે. પોર્ટની ક્ષમતા સતત વધી રહી છે.” તેમણે કહ્યું, “વી.ઓ.સી. આ બંદર ભારતના

દરિયાઈ વિકાસમાં એક નવો અધ્યાય લખવા માટે, તૈયાર છે.” મોદીએ ભારતના વ્યાપક દરિયાઈ

મિશન વિશે વાત કરી,જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી આગળ છે. તેમણે કહ્યું કે,”

ભારત વિશ્વને સતત અને દૂરંદેશી વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે.” તેમણે જણાવ્યું કે,”

વી.ઓ.સી. આ બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ અને ઓફશોર વિન્ડ

એનર્જી માટે નોડલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો જળવાયુ પરિવર્તનના વૈશ્વિક

પડકારોનો સામનો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,” નવીનતા અને સહયોગ ભારતની વિકાસ

યાત્રામાં સૌથી મોટી શક્તિ છે.” તેમણે હાઇલાઇટ કર્યું કે,” ટર્મિનલનું ઉદ્ઘાટન એ

સામૂહિક શક્તિનો પુરાવો છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,” ભારત હવે રસ્તાઓ, ધોરીમાર્ગો, જળમાર્ગો અને

વાયુમાર્ગોના વિશાળ નેટવર્ક દ્વારા સારી રીતે જોડાયેલું છે, વૈશ્વિક વેપારમાં

દેશની સ્થિતિને મજબૂત કરી રહી છે. ભારત વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય

હિસ્સેદાર બની રહ્યું છે અને આ વધતી જતી સંભાવના એ આપણા આર્થિક વિકાસનો પાયો છે.

મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,” આ ગતિ ટૂંક સમયમાં

ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ પ્રેરિત કરશે અને તમિલનાડુ

આ વૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / રામાનુજ શર્મા/ ડો

માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande