આઈસીએમઆર ની, એનસીડી નિવારણ અને નિયંત્રણ માટે પ્રતિષ્ઠિત, યુએન ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ માટે પસંદગી
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ને, બિન-સંચારી રોગો (એનસીડી) ના નિવારણ અને નિયંત્રણ માટે પ્રતિષ્ઠિત, યુએન ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ, બુધવા
આઈસીએમઆર


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ને, બિન-સંચારી રોગો (એનસીડી) ના નિવારણ અને નિયંત્રણ માટે પ્રતિષ્ઠિત, યુએન ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ, બુધવારે આ માહિતી આપી હતી.

નડ્ડાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી કે, આઈસીએમઆર ને એનસીડી નિવારણ અને નિયંત્રણ, માનસિક સ્વાસ્થ્ય અને વ્યાપક એનસીડી-સંબંધિત એસડીજી પર મલ્ટિ-સેક્ટર એક્શનને આગળ વધારવામાં તેની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે પ્રતિષ્ઠિત, 2024 યુએન ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, આ પુરસ્કાર સહાયક તકનીકમાં આઈસીએમઆર ના નવીન કાર્યને પ્રકાશિત કરે છે, જે સુલભ, સસ્તું અને ટકાઉ ઉકેલો બનાવે છે. તે સમગ્ર દેશમાં એનસીડી અને માનસિક સ્વાસ્થ્ય પડકારો ધરાવતી વ્યક્તિઓ માટે જીવનની ગુણવત્તામાં વધારો કરે છે.

નેશનલ સેન્ટર ફોર અસિસ્ટિવ હેલ્થ ટેક્નોલોજીની સ્થાપનાથી લઈને, ટકાઉ સહાયક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌથી મોટા એટી સર્વેક્ષણ સુધી, આઈસીએમઆર ની પહેલો કાયમી અસર કરી રહી છે. અમે આ મહત્વપૂર્ણ કાર્ય ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ યાદવ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande