આતંકવાદીઓને પકડવા માટે, સુરક્ષા દળોએ પૂંછમાં ઓપરેશન શરૂ કર્યું ....
પૂંછ, નવી દિલ્હી,16 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને એસઓજી પોલીસ પુંછનું સંયુક્ત ઓપરેશન, સોમવારે ત્રીજા દિવસે પણ પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં, પઠાનતીરના પહાડી જંગલ વિસ્તારમાં ચાલુ રહ્યું છે. જંગલમાં છ
પૂંછ


પૂંછ, નવી દિલ્હી,16 સપ્ટેમ્બર (હિ.સ.)

ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને એસઓજી પોલીસ પુંછનું સંયુક્ત ઓપરેશન, સોમવારે

ત્રીજા દિવસે પણ પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં, પઠાનતીરના પહાડી જંગલ વિસ્તારમાં

ચાલુ રહ્યું છે.

જંગલમાં છુપાયેલા

આતંકવાદીઓને પકડવા માટે સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ

સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

સેનાને બાતમી મળી હતી કે, આ ગાઢ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ

છુપાયા છે. સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને કોઈ સંભવ છુપાઈ જવાની

જગ્યા ખાલી રાખવામાં આવી રહી નથી.

વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે અને સુરક્ષા

દળોએ વિસ્તારને, સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande