બાર્સેલોનાએ સ્પેનિશ આંતરરાષ્ટ્રીય ખેલાડી, એતાના બોનમાટીનો કરાર 2028 સુધી લંબાવ્યો
મેડ્રિડ,નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) એફસી બાર્સેલોનાએ સ્પેનની આંતરરાષ્ટ્રીય ખેલાડી એતાના બોનમાટીનો કરાર 2028 સુધી લંબાવ્યો છે. ક્લબે આ વાતની પુષ્ટિ કરી છે. સ્પેનિશ મીડિયાના અહેવાલો અનુસાર, તેનો નવો પગાર પ્રતિ વર્ષ 750,00
લીગ


મેડ્રિડ,નવી દિલ્હી,17 સપ્ટેમ્બર

(હિ.સ.) એફસી બાર્સેલોનાએ સ્પેનની આંતરરાષ્ટ્રીય ખેલાડી એતાના બોનમાટીનો કરાર 2028

સુધી લંબાવ્યો છે. ક્લબે આ વાતની પુષ્ટિ કરી છે. સ્પેનિશ મીડિયાના અહેવાલો અનુસાર,

તેનો નવો પગાર પ્રતિ વર્ષ 750,000 યુરો અને 1 મિલિયન યુરો વચ્ચે હોઈ શકે છે.

આ પગલાનો અર્થ એ છે કે, 26 વર્ષીય બાર્સેલોનાએ તેનું ભવિષ્ય

સુરક્ષિત કરી લીધું છે.જેને 2023નો બૈલન ડી'ઓર જીત્યા બાદ વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે

ગણવામાં આવે છે.

બોનમાટીએ તેની કારકિર્દી, છોકરાઓના લીગમાં રમીને શરૂ કરી

હતી અને 11 વર્ષની ઉંમરે, બાર્સેલોનામાં જોડાઈ હતી. તેણે ક્લબ માટે 275 મેચ રમી છે

અને તમામ સ્પર્ધાઓમાં રેકોર્ડ 96 ગોલ કર્યા છે.

આક્રમક મિડફિલ્ડર, જેણે 2023 વર્લ્ડ કપમાં સ્પેનને વિજય અપાવ્યો હતો, તે આગામી

ઉનાળામાં કરારની બહાર છે અને તે અન્ય ક્લબો તરફથી રસ આકર્ષિત ધરાવી રહ્યા છે. તે

રસ પૂરો કરવા માટે, બાર્સેલોનાએ

તેણીને વિશ્વની સૌથી વધુ કમાણી કરતી મહિલા ફૂટબોલર બનાવી છે.

બોનમાટીએ સ્પેનમાં બાર્સેલોનાના છેલ્લા પાંચ મહિલા લીગ

ખિતાબમાં મહત્વની, ભૂમિકા ભજવી છે અને ગત સિઝનમાં લ્યોન સામે 2-0થી ચેમ્પિયન્સ

લીગની જીતમાં પ્રથમ ગોલ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande