ચેસ ઓલિમ્પિયાડ 2024, રાઉન્ડ 7: ભારતીય પુરુષોએ ચીનને હરાવ્યું, મહિલાઓએ જ્યોર્જિયાને હરાવ્યું
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) બુધવારે હંગેરીના બુડાપેસ્ટમાં એસવાયએમએસ્પોર્ટ્સ એન્ડ કોન્ફરન્સ સેન્ટર ખાતે ચેસ ઓલિમ્પિયાડ 2024ના ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં, ભારતે કટ્ટર હરીફ ચીનને હરાવ્યું હતું. ઉભરતા સ્ટાર જીએમ ડી ગુકેશે, વિશ્વમ
ચેસ


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) બુધવારે હંગેરીના બુડાપેસ્ટમાં એસવાયએમએસ્પોર્ટ્સ એન્ડ

કોન્ફરન્સ સેન્ટર ખાતે ચેસ ઓલિમ્પિયાડ 2024ના ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં, ભારતે કટ્ટર હરીફ ચીનને

હરાવ્યું હતું. ઉભરતા સ્ટાર જીએમ ડી ગુકેશે, વિશ્વમાં નંબર 8 ચીનના વેઈ યીને

હરાવીને, ભારતની તરફેણમાં નિર્ણાયક પરિણામ મેળવ્યું.

અર્જુન એરિગૈસી, આર. પ્રજ્ઞાનાનંદ અને પેંટાલા હરિકૃષ્ણ, ચીનની દીવાલને

ભેદવામાં અસમર્થ રહ્યા હતા. તેથી મેચ 2-2થી ટાઈ થઈ હતી. જોકે, ગુકેશે વ્હાઈટ સાથે દબાણ જાળવી રાખ્યું જ્યાં સુધી, વેઈ યી

આખરે હાર સ્વીકારી અને મેચ ભારતની તરફેણમાં ગઈ.

પ્રજ્ઞાનાનંદ અને યુ યાંગીએ ડ્રો તરફ આગળ વધીને પ્રથમ તેમની

રમત પૂરી કરી. અર્જુન, જે 6/6 પર હતો, તેને બુ જિઆંગઝી

દ્વારા ટુર્નામેન્ટનો પ્રથમ ડ્રો આપ્યો હતો.

આ પહેલા, ચીને રાઉન્ડ પહેલા વિશ્વ ચેમ્પિયન ડીંગ લિરેનને, આરામ

આપવાનો નિર્ણય કર્યો.ગુકેશ સામે ટક્કર થવાની કોઈ પણ શક્યતાને નકારી કાઢી હતી અને

ફાઈનલ બોર્ડ પર, શાનદાર ફોર્મમાં રહેલા વાંગે યુને વિજયથી વંચિત રાખ્યો હતો.

ભારત પાસે હવે આટલાજ રાઉન્ડમાં, સાત જીત સાથે 14 મેચ પોઈન્ટ છે.ઈરાન 13 સાથે બીજા ક્રમે

છે, જ્યારે ઉઝબેકિસ્તાન ઓપન સેક્શનમાં 12 મેચ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

મહિલા વર્ગમાં ટોચની ક્રમાંકિત ભારતે જ્યોર્જિયાના પડકારને

આસાનીથી પાર કરી લીધો હતો. હરિકા દ્રોણાવલ્લી અને દિવ્યા દેશમુખે, મજબુત ડ્રો

કર્યો, જ્યારે વંતિકા

અગ્રવાલ અને આર. વૈશાલીએ નિર્ણાયક સમયે, ભારત માટે જીત નોંધાવી હતી.

મહિલા વર્ગમાં ભારત (14) બીજા સ્થાને રહેલી પોલેન્ડથી બે મેચ પોઈન્ટ આગળ છે. ભારતની

પુરુષ ટીમ રાઉન્ડ 8માં ઈરાન સામે

ટકરાશે, જ્યારે મહિલા ટીમ પોલેન્ડ સામે ટકરાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande