આઈસીસીચીફ એક્ઝિક્યુટિવ કમિટીમાં, એસોસિયેટ મેમ્બરના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા, સુમોદ દામોદર
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) સુમોદ દામોદર (બોત્સ્વાના) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (સીએસી) પર એસોસિયેટ સભ્ય પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. સુમોદ, મુબસ્શીર ઉસ્માનીની જગ્યા લેશે. આઇસીસી એ બુધવારે એ
આઈસીસી


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) સુમોદ દામોદર (બોત્સ્વાના)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (સીએસી) પર એસોસિયેટ સભ્ય

પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. સુમોદ, મુબસ્શીર ઉસ્માનીની જગ્યા લેશે.

આઇસીસી એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુમોદ દામોદર

(બોત્સ્વાના)ને ગુપ્ત મતદાન બાદ મુખ્ય કાર્યકારી સમિતિ (સીઇસી) પર એસોસિયેટ સભ્ય

પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જે મુબસ્શીર ઉસ્માનીની જગ્યાએ છે.

આઈસીસી એ વધુમાં જણાવ્યું હતું કે, આઈસીસી વાર્ષિક

કોન્ફરન્સ 2024માં આઈસીસી એસોસિયેટ મેમ્બર ડાયરેક્ટર્સની ચૂંટણીના પરિણામના

પરિણામે મુબસ્શીર ઉસ્માનીને, ચીફ એક્ઝિક્યુટિવ કમિટીના પદ માટે ચૂંટવામાં આવ્યા, કારણ કે તે બંને

હોદ્દા પર રહી શકવા અસમર્થ છે. દામોદર તેમનો સેષ કાર્યકાળ પૂરો કરશે, આઈસીસી વાર્ષિક

પરિષદ 2025ના અંતમાં સમાપ્ત થશે. તે રશપાલ બાજવા (ક્રિકેટ કેનેડા) અને ઉમૈર બટ

(ડેનિશ ક્રિકેટ એસોસિએશન) સાથે જોડાશે, જેઓ ગયા વર્ષે ચૂંટાયા હતા.”

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande