મક્કાબી તેલ અવીવના યોનાતન કોહેને, મેલબોર્ન સિટી સાથે સાઇન કર્યા
યેરુસલેમ,નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) મક્કાબી તેલ અવીવના મિડફિલ્ડર યોનાતન કોહેન, ઇઝરાયેલી ચેમ્પિયન ક્લબ છોડીને ઓસ્ટ્રેલિયાની એ-લીગની મેલબોર્ન સિટી એફસીમાં જોડાયા છે. બંને ક્લબે સોમવારે અલગથી આની જાહેરાત કરી હતી. 28 વર્ષીય કોહેને
કરાર


યેરુસલેમ,નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) મક્કાબી તેલ

અવીવના મિડફિલ્ડર યોનાતન કોહેન, ઇઝરાયેલી ચેમ્પિયન ક્લબ છોડીને ઓસ્ટ્રેલિયાની એ-લીગની મેલબોર્ન

સિટી એફસીમાં જોડાયા છે. બંને ક્લબે સોમવારે અલગથી આની જાહેરાત કરી હતી.

28 વર્ષીય કોહેને, બે સિઝન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

એ-લીગમાં રમનાર તે ત્રીજો ઇઝરાયેલનો ખેલાડી બન્યો છે. તેમની પહેલાં, વેલિંગ્ટન ફીનિક્સ

અને વેસ્ટર્ન સિડની વાન્ડરર્સ તરફથી રમનારા વેલર્સ ટોમર હેમડ અને પર્થ ગ્લોરી

યુનિફોર્મ પહેરનાર બેન અઝુબેલ એ-લીગમાં રમ્યા છે. કોહેને મક્કાબી સાથે પાંચ

સિઝનમાં 10 ટાઇટલ જીત્યા,

જેમાં ત્રણ લીગ

ચેમ્પિયનશિપ, એક સ્ટેટ કપ, ત્રણ લીગ કપ અને

ત્રણ ઇઝરાયેલી સુપર કપનો સમાવેશ થાય છે.

તેણે મક્કાબી માટે 149 મેચ રમી, જેમાં 29 આસિસ્ટ

સાથે 42 ગોલ કર્યા. જેમાં યુરોપિયન ક્લબ સ્પર્ધાઓમાં, 26 મેચોમાં પાંચ ગોલનો

સમાવેશ થાય છે. દરમિયાન, કોહેન ઇટાલીના

બીજા સ્તરમાં, પીસા માટે બે સીઝન રમ્યા હતા. તેણે ઈઝરાયેલની રાષ્ટ્રીય ટીમ માટે પણ

આઠ મેચ રમી છે.

કોહેને કહ્યું, જ્યારે મેં મેલબોર્ન સિટીમાં જોડાવાની તક વિશે

સાંભળ્યું, ત્યારે હું

અચકાયો નહીં. ક્લબમાં સફળતાની મજબૂત સંસ્કૃતિ છે, અને મને વિશ્વાસ છે કે હું તેને આગળ વધારવામાં

મદદ કરવા માટે, મારા અનુભવ, કુશળતાનો ઉપયોગ કરી શકું છું.

મેલબોર્ન સિટી, જે ગત સિઝનમાં એ-લીગ પ્લેઓફની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું, તે 19 ઓક્ટોબરે

ન્યૂકેસલ જેટ્સ સામે આગામી નવી સિઝનની શરૂઆત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande