ગિર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વિભાગની વિવિધ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાશે
- ૨૩થી ૨૯ દરમિયાન અરજી કરી શકાશે
ગિર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વિભાગની વિવિધ સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાશે


ગિર સોમના, 19 સપ્ટેમ્બર (હિ.સ.). ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૨૩/૦૯/૨૦૨૪થી ૨૯/૦૯/૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકે ગીર સોમનાથ જિલ્લા માટે પોર્ટલ ખૂલ્લુ મૂકાશે.

ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ, મલ્ટીપર્પઝ ટૂલબાર, સનેડો માટે આઇ ખેડૂત પોર્ટલ ૭ દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખૂલ્લું મૂકવામાં આવશે.

ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande