જગત અને જગદંબાનો પરિચય સંત કરાવે છે : મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ
-બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજના પ્રાગટ્ય દિવસે વાલ્મીકિ સંત સંમેલન “તપ વંદના” યોજાયું
ટાગોર હોલ ખાતે બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજના પ્રાગટ્ય દિવસે દ્વિતીય વાલ્મીકિ સંત સંમેલન “તપ વંદના” યોજાયું


ટાગોર હોલ ખાતે બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજના પ્રાગટ્ય દિવસે દ્વિતીય વાલ્મીકિ સંત સંમેલન “તપ વંદના” યોજાયું


અમદાવાદ, 19 સપ્ટેમ્બર (હિ.સ.). આજ “પહલે દેશ” અભિયાન અંતર્ગત સમન્વય પરિવાર દ્વારા ટાગોર હોલ ખાતે બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજના પ્રાગટ્ય દિવસે દ્વિતીય વાલ્મીકિ સંત સંમેલન “તપ વંદના” યોજાયું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે ઉપસ્થિત સંતોને વંદના સાથે સંબોધન કરતા જણાવ્યું કે જગત અને જગદંબાનો પરિચય સંત કરાવે છે. બ્રહ્મલીન પદ્મશ્રી સ્વામી શ્રી સત્યમિત્રાનંદજીએ પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો વિચાર આપ્યો અને હરદ્વારમાં દેશનું પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કર્યું. સ્વામીજી એ શંકરાચાર્ય પદથી મુક્તિ લઈને સમાજના પિડિતોના ઉદ્ધારનું કાર્ય ઉપાડ્યું. ભારતમાં સંતોનો મહિમા હંમેશા ગાયો છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતિભાઈ ભાડેશિયાએ પોતાના પ્રસંગોચિત ઉદ્બોધનમાં જણાવ્યું કે દેશ પ્રથમના વિચારથી એકત્ર થયા તે પણ તપ વંદના છે. સ્વામી સત્યમિત્રાનંદજીએ શંકરાચાર્યના પદમાંથી મુક્તિ લઈને સમાજ વચ્ચે રહ્યા. ભગવાન શ્રીરામ મંદિર નિર્માણમાં થતા વિલંબ સામે સ્વામીજીએ આમરણાંત અનશન કરવાની ચીમકી આપી હટી પરંતુ બધા સંતોની સમજાવટથી મુલતવી રાખેલ. સ્વામીજી શંકરાચાર્ય પદ છોડ્યા બાદ તરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજીને મળવા આવ્યા હતા. ગુરુજી શતાબ્દી વર્ષની ઉજવણી માટે બનેલી સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે સંપુર્ણ વર્ષ તેમનું માર્ગદર્શન રહ્યું. આજે જ્યારે સંઘનું શતાબ્દી વર્ષ આવી રહ્યું છે ત્યારે સંઘ કોઇ ઝાકમઝોળ કર્યા વગર સમાજ પરિવર્તનના પાંચ કાર્ય કરશે જેમાં જાતિઓ વચ્ચેના ભેદ દૂર થઈને સમતા સ્વતંત્રતા અને બંધુતાનું જે ડૉ. બાબાસાહેબનું સ્વપ્ન હતું તે તરફ વ્યક્તિ વિચાર અને આચરણથી આગળ વધે સમાજમાં સમરસતાનો ભાવ આવે. હિંદુ ધર્મના સિદ્ધાંતના આધારે ગ્લોબલ વોર્મિંગ નામના રાક્ષસને નાથી પર્યાવરણનું રક્ષણ થાય. વિદેશી સંસ્કૃતિના પ્રભાવ નીચે તૂટી રહેલી ભારતીય સંસ્કૃતિની કુટુંબ પ્રથાની જાળવણી થાય સ્વના જાગરણ દ્વારા સ્વદેશીનો બોધ જળવાય. આમ પંચ પરિવર્તનનું પરિણામ સમગ્ર દેશને માર્ગદર્શન કરશે.

ઉપસ્થિત સંત બાલયોગીજી, ઉમેશનાથજી મહારાજ તથા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના આશિર્વચન ઉદ્બોધન થયા. અસારવાના ધારાસભ્ય દર્શનાબેન સોલંકીએ પોતાના મનોભાવ વ્યક્ત કર્યા. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 170થી વધારે વાલ્મિકી સંતોની ઉપસ્થિતિ રહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande