ઑક્ટોબરથી આધુનિક ચૌપાલ શરૂ થશે, વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સીધો સંવાદઃ શિવરાજ
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આધુનિક ચૌપાલ ઓક્ટોબરથી શરૂ થશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ કરીને, આ ચૌપાલનું આયોજન દર મહિનાના પહેલા મંગળવારે સવારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર કરવામાં આવશે.
શિવરાજ સિંહ


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આધુનિક ચૌપાલ ઓક્ટોબરથી શરૂ થશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ કરીને, આ ચૌપાલનું આયોજન દર મહિનાના પહેલા મંગળવારે સવારે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર કરવામાં આવશે. તેના દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો અને ખેડૂત સંગઠનો સાથે સીધો સંવાદ કરશે. જેમાં ખેડૂતોને આધુનિક સંશોધન અને નવી ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસ પૂરા થવા પર, ગુરુવારે નેશનલ મીડિયા સેન્ટર ખાતે પત્રકારોને સંબોધતા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પર્યાવરણ માં બદલાવને કારણે જે પડકારોનો સામનો કરવો પડે છે, તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, દુષ્કાળ અને પૂર જેવા કુદરતી પડકારોનો સામનો કરવા માટે ખેડૂતોને 65 પાકોની 109 પ્રજાતિઓના બિયારણો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ઝડપથી બિયારણ પહોંચાડવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે. ખાનગી રોકાણકારોને પણ બીજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ખેડૂતોને યુરિયાની એક થેલી 2366 રૂપિયાના બદલે 266 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને ડીએપી ની થેલી 2433 રૂપિયાના બદલે 1350 રૂપિયામાં આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કેન્દ્ર સરકારે તેની કિંમતોને નિયંત્રિત કરવા માટે 2625 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. એક દિવસ પહેલા જ કેબિનેટે રવિ પાક માટે 24475 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. ખાતર સબસિડી માટે ગયા વર્ષે આપવામાં આવેલી 1 લાખ 94 હજાર કરોડ રૂપિયાની રકમ આ વર્ષે પણ મળશે, તેમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.

કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર, જીવાત માટે રાષ્ટ્રીય પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ખેડૂતો તેમના પાકના ફોટા પોસ્ટ કરી શકે છે અને વૈજ્ઞાનિકોની સલાહથી પાકના રોગોને દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરી શકે છે. આનાથી ખેડૂતોને તેમના પાકને બચાવવામાં વિલંબ થશે નહીં. નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ (એનપીએસએસ) લોન્ચ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂતને જીવાતોની સચોટ ઓળખ અને વ્યવસ્થાપન માટે ત્વરિત સલાહ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / સંજીવ પાશ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande