સમાલખામાં વનવાસીઓ ભેગા થવા લાગ્યા, રમેશ ભાઈ ઓઝા કાર્યકર્તા સંમેલનનું ઉદ્ઘાટન કરશે, સંઘ પ્રમુખ ભાગવત હાજરી આપશે
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). ગુજરાતના પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝા, 20 સપ્ટેમ્બરે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ત્રિદિવસીય કાર્યકર્તા સંમેલન સમવેત-2024નું ઉદઘાટન કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, 22 સપ્ટેમ્બરે સંમેલનના
રમેશભાઈ ઓઝા


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). ગુજરાતના પ્રખ્યાત વાર્તાકાર રમેશભાઈ ઓઝા, 20 સપ્ટેમ્બરે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના ત્રિદિવસીય કાર્યકર્તા સંમેલન સમવેત-2024નું ઉદઘાટન કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, 22 સપ્ટેમ્બરે સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરશે.

દર ત્રણ વર્ષે યોજાતા આ સંમેલનમાં ભાગ લેવા માટે, દેશભરમાંથી બે હજારથી વધુ પ્રતિનિધિઓ સમાલખામાં ભેગા થવા લાગ્યા છે. કેરળ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને આંદામાનથી પણ આદિવાસી વિસ્તારના પુરૂષો અને મહિલાઓ સંમેલનમાં પહોંચ્યા છે.

ગુરુવારે વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર સિંહ અને હરિયાણાના પ્રમુખ રામ બાબુએ, સંમેલન સ્થળ પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન કલ્યાણ આશ્રમની સાત દાયકાની સફરને દર્શાવે છે.

વનવાસી કલ્યાણ આશ્રમની વિજ્ઞપ્તિ મુજબ, ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા 20 સપ્ટેમ્બરના રોજ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સંમેલનમાં વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં કાર્યકર્તાઓ દેશભરમાં થઈ રહેલી ઘટનાઓનું વર્ણન કરશે અને ઘણા મહત્વપૂર્ણ વિષયો પર અધિકારીઓ પાસેથી માર્ગદર્શન મેળવશે.

21 સપ્ટેમ્બરે સાંજે 6-30 કલાકે, પરંપરાગત પૂજા પદ્ધતિઓ અંગે સૂચના આપવામાં આવશે, જેમાં 80 આદિવાસીઓ ભાગ લેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક, ડો.મોહન ભાગવતના કરકમલો વડે સમારોહનું ઉદઘાટન થશે. આ હેતુ માટે, તેમના તરફથી એક સંદેશ પણ પ્રાપ્ત થશે.

22મી સપ્ટેમ્બરે, આ સંમેલનના સમાપન સત્રમાં કાર્યકરોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું માર્ગદર્શન મળશે.

આ વર્ષે રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિ છે. આ માટે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવી રહ્યું છે. આ સંમેલનના સ્થળે પુસ્તકો અને વિવિધ વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ હશે.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande