સ્વચ્છતા અભિયાન માત્ર અમુક સમયગાળા માટે નથી, ભવિષ્યમાં પણ ચાલુ રાખવું પડશેઃ મનેહર લાલ ખટ્ટર
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુવારે કહ્યું કે, સ્વચ્છતા અભિયાન માત્ર એક આ સમયગાળા માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ ચાલુ રાખવું પડશે. તેમણે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (સીપીએસયુ) પાસે
સ્વચ્છતા અભિયાન - મનોહર લાલ


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુવારે કહ્યું કે, સ્વચ્છતા અભિયાન માત્ર એક આ સમયગાળા માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ ચાલુ રાખવું પડશે. તેમણે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (સીપીએસયુ) પાસે, સ્વચ્છતા કાર્યના એકમો(સીટીયુ)ને દત્તક લેવા માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે, આજે જારી કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડીએમઆરસી, એનઆરસીટીસી, રેઇલ ટેલ, આરઆઈટીઈએસ, આઈઆરસીટીસી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, એનટીપીસી, પાવર ગ્રીડ, બીએસએનએલ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, હુડકો, એનબીસીસી અને અન્ય સહિત લગભગ 45 સીપીએસયુ ના ટોચના નેતૃત્વ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં નોડલ અધિકારીઓ અને કેન્દ્રીય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. બેઠકનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સ્વચ્છતા લક્ષ્યોને અપનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે એકમોને પ્રોત્સાહિત કરવાનો હતો. અત્યાર સુધીમાં, 5 લાખથી વધુ સેનિટેશન વર્ક યુનિટ્સ (સીટીયુ) કાયાકલ્પ માટે નામિત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / અનુપ શર્મા / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande