-2024-25 માટે વિકાસ દરનો અંદાજ 6.6 ટકાથી વધારીને 7 ટકા કર્યો
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) વિશ્વ બેંકે, દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે. વિશ્વ બેંકે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ માંગમાં સુધારાના આધારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં, ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ જૂનમાં વિશ્વ બેંકે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર, 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
વિશ્વ બેંકે મંગળવારે જાહેર કરેલા તેના 'ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ' રિપોર્ટમાં કહ્યું છે કે, વૈશ્વિક વૃદ્ધિમાં મંદી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, જે દક્ષિણ એશિયા ક્ષેત્રનો મુખ્ય ભાગ છે, નાણાકીય વર્ષ 2024-25માં સાત ટકાનો આર્થિક વિકાસ દર રહેવાની અપેક્ષા છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ આંશિક રીતે ઉદ્યોગમાં થયેલા નજીવા ઘટાડા માટે વળતર આપશે અને સેવાઓ મજબૂત રહેશે. કૃષિમાં અપેક્ષિત સુધારાથી ગ્રામીણ માંગમાં પણ સુધારો થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ચૂંટણી દરમિયાન સરકારી ખર્ચમાં ઘટાડો થવાને કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન, 2024) દેશની જીડીપી વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર ધીમો પડીને 6.7 ટકા થયો છે. જોકે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. તે જ સમયે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/રામાનુજ / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ