ગોલાગામડી અને લોટિયા વચ્ચે ઉભેલી ટ્રકને બસે ટક્કર મારી દેતાં એકને ઈજા
છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) સંખેડા તાલુકાના ગોલાગામડી - લોટીયા ચોકડી વચ્ચે પરપ્રાંત પાસીંગની ખાનગી બસ અને ટ્રક વચ્ચે મળસ્કે આશરે 4 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં સવાર એક શખ્સ પાણી પીવા માટે આગળ આવ્યો ત્યારે જ અકસ્માત થયો અને એ
બસ


છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) સંખેડા તાલુકાના ગોલાગામડી - લોટીયા ચોકડી વચ્ચે પરપ્રાંત પાસીંગની ખાનગી બસ અને ટ્રક વચ્ચે મળસ્કે આશરે 4 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં સવાર એક શખ્સ પાણી પીવા માટે આગળ આવ્યો ત્યારે જ અકસ્માત થયો અને એ યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઉભેલી ટ્રકને બસે ટક્કર મારી હતી.

આ બનાવ અંગે વધુમાં અકસ્માતના સ્થળેથી પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો અનુસાર મધ્ય પ્રદેશના બુરહાનપુરથી કાપડ ભરીને ટ્રક સૌરાષ્ટ્રના જેતપુર જતી હતી. તે સમયે ઇન્દોરથી પેસેંજર ભરીને સુરત જતી બસ લોટીયા ચોકડીથી આગળ જતા એક શોપિંગ સેટર પાસે આગલ ચાલતી ટ્રકને પાછળના ભાગેથી ટક્કર મારી દીધી હતી. જેના કારણે ટ્રકને નુકશાન થયું હતું. ઉપરાંત બસના ખાલી સાઇડના કેબિનને પણ નુકશાન થયું હતું. આ બસમાં મુસાફરી કરી રહેલ એક શખ્શ જે પાછળ બેઠો હતો. એ પાણી પીવા માટે આગળ કેબિન પાસે આવ્યો તે જ વખતે અકસ્માત થયો. જેને કારણે આ શખ્શને પગના ભાગે ઇજા થઇ હતી. આ સિવાય અન્ય કોઇ મુઆસફરને કોઇ ઇજા પહોચી નહોતી. બીજી બસ મારફતે અન્ય પેસેંજરોને સુરત મોકલી દેવાયા હતા. ઇજાગ્રસ્ત શખ્શને સારવાર અર્થે પહેલા સંખેડા રેફરલ હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સંખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande