
અમરેલી,05 જાન્યુઆરી (હિ.સ.) મહિલા કોલેજ ખાતે પૂર્વ વિદ્યાર્થિનીઓના સ્નેહમિલન સમારોહ તેમજ પ્રોફેસરના વયોનિવૃત્તિ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને એક ભાવસભર અને યાદગાર ક્ષણો માણવાનો અવસર મળ્યો હતો. વર્ષો બાદ મળેલી પૂર્વ વિદ્યાર્થિનીઓએ પોતાની કોલેજ જીવનની યાદોને તાજી કરી અને ગુરુજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વયોનિવૃત્ત થતા પ્રોફેસરના શિક્ષણક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને ખાસ રીતે સન્માનવામાં આવ્યું હતું. તેમણે આપેલું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રહી, પરંતુ વિચારશક્તિ, જીવનદૃષ્ટિ અને વ્યક્તિત્વ ઘડતર સુધી વિસ્તર્યું હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું. તેમની માર્ગદર્શનસભર સેવા આજે પણ અસંખ્ય વિદ્યાર્થિનીઓના જીવનમાં પ્રેરણા અને પ્રકાશરૂપ બની રહી છે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે શિક્ષકો સમાજના સાચા શિલ્પકાર છે, જેમની મહેનતથી સશક્ત અને સંસ્કારી પેઢી તૈયાર થાય છે. આવા સમારોહો ગુરુ-શિષ્ય પરંપરાને વધુ મજબૂત બનાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
સમારોહ અંતે પ્રોફેસરને શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને સ્મરણિય બનાવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai