સુરત, 04 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રત્યેક 6 વર્ષે ભાજપા સંગઠન પર્વ ઉજવે છે. આ વખતે પણ 2 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પીનડ્ડાએ વૈશ્વિક નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સર્વ પ્રથમ ભાજપાના પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા અભિયાનની દેશ વ્યાપી શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ 3 જી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવી આ અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપક્રમમાં 4 થી સપ્ટેમ્બર, બુધવારના રોજ સુરત મહાનગર સ્થિત ભાજપા કાર્યાલય,પંડિત દીનદયાલ ભવન ખાતે શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ શહેરના મેયર દક્ષેશ માવાણીને પ્રાથમિક સદસ્ય બનાવી આ અભિયાનનો સુરત ખાતે પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે શહેર પ્રમુખ ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે ભાજપા એ સંપૂર્ણપણે લોકતાંત્રિક ઢબે કાર્ય કરતી રાજનૈતિક પાર્ટી છે. સેવા હી સંગઠનના ધ્યેય સાથે ભાજપાના કાર્યકર્તાઓ જાહેર જીવનમાં સક્રિય હોય છે. આ એ દેવદુર્લભ કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ અને સમર્પિતતાનું જ પરિણામ છે જેના કારણે એક સમયે માત્ર 2 સાંસદનું સંખ્યાબળ ધરાવતી પાર્ટી 303 સાંસદ સુધી પહોંચી છે. કાર્યકર્તા એ પાર્ટીનો આત્મા છે, એ વિચારધારાનો સંવાહક, કાર્ય સંસ્કૃતિનો પોષક, સરકાર અને સંગઠન વચ્ચેની મજબૂત કડી છે. ભાજપા એ માત્ર એક પાર્ટી નથી પણ પરિવાર છે. ભાજપાએ હંમેશા દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને અકબંધ રાખી દેશ બાંધવોના જીવન સ્તરને ઉંચુ લાવવા અને દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવા કટિબદ્ધતા દર્શાવી છે. આદરણીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ અંકિત કરેલ એકાત્મ માનવવાદ અને અંત્યોદયના ઉત્થાનના લક્ષ્યને ચરિતાર્થ કરવા ભાજપા પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે સુરતના સાંસદ તથા મહાનગરના મહામંત્રી મુકેશ દલાલ તથા મહામંત્રી અને આ અભિયાનના દક્ષિણ ઝોનના સંયોજક કિશોર બિંદલ, મેયર દક્ષેશ માવાણી, પ્રભારી શીતલ સોની ઉપસ્થિત કાર્યકર્તાઓને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ પટેલ, પુર્ણેશ મોદી, ધારાસભ્યઓ, મનપાના પદાધિકારીઓ, નગરસેવકઓ, સંગઠનના પદાધિકારીઓ, આમંત્રિત કારોબારી સદસ્યઓ તેમજ વિશાળ સંખ્યામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાન સર્વ સ્પર્શી, સર્વ વ્યાપી બને તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં સૌ કાર્યકર્તાઓ દિન રાત મહેનત કરી રહ્યા છે. આ માટે 8800002024 પર મિસ્ડ કોલ કરતા એક લિંક આવશે જેના પરથી ફોર્મ ભરીને સભ્ય બની શકાશે. આ ઉપરાંત નમો એપ તેમજ bjp.org પોર્ટલ પરથી પણ સદસ્યતા નોંધણી થઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે