કાંગારૂ સર્કલ પાસે વહેલી સવારે ગંભીર અકસ્માત, ઇકો કાર ત્રણ વખત પલટી
સુરત, 04 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના પુણા વિસ્તારમાં આવેલા કાંગારૂ સર્કલ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપી ગતિએ આવી રહેલી ટ્રકે આગળ ચાલી રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારતા કાર બેકાબૂ બની ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી ક
Surat


સુરત, 04 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતના પુણા વિસ્તારમાં આવેલા કાંગારૂ સર્કલ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપી ગતિએ આવી રહેલી ટ્રકે આગળ ચાલી રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારતા કાર બેકાબૂ બની ગઈ હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર રોડ પર ત્રણ વખત પલટી ખાઈને લગભગ 20 ફૂટ દૂર જઈ અટકી હતી. અકસ્માતમાં કારનો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટનાસ્થળે અફરાતફરી સર્જાઈ હતી.

આસપાસના લોકોએ તરત જ મદદ માટે દોડી આવી ઘાયલને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મળતા પુણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનો કબજે કરી તપાસ શરૂ કરી છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande