થુનપુરાના ગ્રામજનો, શિક્ષકો બે વર્ષથી તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે દુ:ખી
છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નસવાડી તાલુકાનું થુનપુરા ગામ વરસાદમા દુઃખી બન્યું છે. કરમદીથી થુનપુરા જવાના રસ્તે કોતર ઉપર બે વર્ષ પહેલા બનેલ કોઝવે તૂટી જતા ગ્રામજનો દુઃખી બન્યા છે. કોતરોમા પાણી હોવાથી થુનપુરાના ગ્રામજનો ગામમાંથી બહાર નીકળે ક્યા
કોઝવે


છોટાઉદેપુર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) નસવાડી તાલુકાનું થુનપુરા ગામ વરસાદમા દુઃખી બન્યું છે. કરમદીથી થુનપુરા જવાના રસ્તે કોતર ઉપર બે વર્ષ પહેલા બનેલ કોઝવે તૂટી જતા ગ્રામજનો દુઃખી બન્યા છે. કોતરોમા પાણી હોવાથી થુનપુરાના ગ્રામજનો ગામમાંથી બહાર નીકળે ક્યાંથી. સોઠલીયા, કકડવાણી, થુનપુરા રોડ છે. પરંતુ થુનપુરા ગામ સુધી નવીન રોડ પહોંચ્યો જ નથી. જેને લઈ મોટા વાહનો આવી શકતા નથી. અને માંડ માંડ આવે તોય આગળ કોઝવે ઉપર પાણી હોય તો ગામમા આવી શકાય તેમ નથી. હાલ કરમદીથી થુનપુરાને જોડતા રસ્તા ઉપર સ્લેબ ડ્રેઈન બનાવવા ગ્રામજનોની માગ ઉઠી છે. નસવાડી તાલુકાના થુનપુરા ગામ અંદાજીત 200ની વસ્તી ધરાવતું ગામ છે. ભર ચોમાસે હાલ 7 દિવસે કોતરોનું પાણી ઓછું થતા ગ્રામજનોએ વાહનોની અવર જવર શરૂ કરી છે. કરમદીથી થુનપુરાને જોડતા રસ્તા ઉપર લો લેવલના કોઝવે છે. એ પણ શાળા નજીકનો કોઝવે બે વર્ષથી તૂટી ગયો છે. હાલ ગ્રામજનો હેરાન છે. લો લેવલના અન્ય કોઝવે એક જ કોતર ઉપર હોઇ બધા કોઝવે ઉપર હાલ પાણી છે. એટલે જીવના જોખમે ગ્રામજનો અવર જવર કરી રહ્યા છે. લો લેવલના કોઝવે બન્યા છે પરંતુ વરસાદના પાણીને લઈ તૂટી ગયા છે. થુનપુરા ગામને જોડતો અન્ય કકડવાણીનો રોડ છે. પરંતુ થુનપુરા ગામથી બહાર નીકળે એટલે આરસીસી રોડ એકદમ ખરાબ હાલતમા છે. અને ફક્ત એક દોઢ મીટર રોડ પહોંળાઈમા દેખાઈ રહ્યો છે. મોટા વાહનો આવી શકતા નથી. એટલે સોઢલીયાથી થુનપુરા નવીન રોડ બન્યો છે, પરંતુ ગામ સુધી રોડ પહોંચ્યો જ નથી. આજે પણ 108 ભારે વરસાદ હોય તો આવી શકે તેમ નથી. જેને લઈ ગ્રામજનો કરમદીથી થુનપુરાને જોડતા રસ્તા ઉપર સ્લેબ ડ્રેઈન બનાવવા માગ કરી છે

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande