
સોમનાથ,16 ડિસેમ્બર (હિ.સ.) મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર જેનું દેવનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, ઈણાજ ખાતે વિવિધ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી.
રોલ ઓબ્ઝર્વર જેનું દેવન સમક્ષ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઓબ્ઝર્વરએ રાજકીય પક્ષોને તમામ વિગતોની જાણ હોવા અંગે, ફોર્મ-૬ તેમજ ફોર્મ-૮ની વિગતો, અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તો તેનું પંચરોજકામ, ૨૦૦૨ની યાદીમાં જેનું નામ મિસમેચ હોય, પેરેન્ટલ એજ ડિફરન્સ સહિતના મુદ્દે પોતાના સૂચનો આપી અને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે બૂથ લેવલ ઓફિસર્સની ટ્રેનિંગ, સ્પેશ્યિલ કેમ્પ, નગરપાલિકા કક્ષાએ અને તલાટીકક્ષાએ વિવિધ કેમ્પ, અલગ-અલગ તબક્કાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક, અલગ-અલગ બૂથની મુલાકાત વિશે રોલ ઓબ્ઝર્વરને માહિતગાર કર્યા હતાં.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયાએ મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત જિલ્લામાં કરવામાં આવતી સ્વીપ એક્ટિવિટી, વિધાનસભા વાઈઝ મતદારયાદી, ટ્રેનિંગ, હેલ્પડેસ્ક, મેપિંગ, નવા બૂથ લેવલ ઓફિસર્સ, બી.એલ.ઓ-બી.એલ.એ મિટિંગ્સની માહિતી રજૂ કરી હતી.
આ બેઠકમાં 90 સોમનાથ, 91 તાલાલા, 92 કોડીનાર, 93 ઉના વિશે વિગતો રજૂ કરાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર, પુરવઠા અધિકારી પારસ વાંદા, નાયબ કલેક્ટર-1 એફ.જે.માકડા સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ