

ગોધરા, ૧૬ ડિસેમ્બર (હિ. સ.) ઘોઘમ્બા તાલુકા આમ આદમી પાર્ટી મા ગાબડું પડ્યું છે જેમા ઘોઘમ્બા તાલુકા આપ પ્રમુખ વિનોદભાઈ બારીયા સહીત 50 આપ ના યુવા કાર્યકરો, આપ છોડી ભાજપ મા જોડાઈ ગયા છે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નિવાસ સ્થાને જઈને ધારાસભ્યને સમર્થન આપી, ભાજપનો ખેસ ધારણ કરી લીધો અને આપને રામ રામ કરી દીધા હતા.
આપના નેતા કેજરીવાલના વર્તનને લઇ નારાજ હતા ઘોઘમ્બા આપ પ્રમુખ વિનોદભાઈ બારીયા જેથી ભાજપના ધારાસભ્યનો સંપર્ક કરી, રાત્રીના સમયે ફતેસિંહ ચૌહાણે તમામને પોતાના ઘરે, ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ