જીએસટી કાઉન્સિલની સોમવારે બેઠક, સ્વાસ્થ્ય વીમા પર નિર્ણય શક્ય
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠક સોમવાર, 9 સપ્ટેમ્બરે રાજધાની નવી દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં આરોગ્ય અને જીવન વીમો લેનારા લોકોને, મોંઘા પ્રિમીયમ (વીમા પ્રિમીયમ હપ્તા)માંથી રાહત મળે તેવી શક્યત
જીએસટી


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠક સોમવાર, 9 સપ્ટેમ્બરે રાજધાની નવી દિલ્હીમાં યોજાવાની છે. આ બેઠકમાં આરોગ્ય અને જીવન વીમો લેનારા લોકોને, મોંઘા પ્રિમીયમ (વીમા પ્રિમીયમ હપ્તા)માંથી રાહત મળે તેવી શક્યતા છે.

સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બર, 2024ના રોજ રાજધાની નવી દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં, બંને પ્રકારના વીમા (સ્વાસ્થ્ય અને જીવન વીમા) પર જીએસટી દર 18% થી ઘટાડીને 5% સુધી કરી શકાય તેવી શક્યતા છે. જો કે, આરોગ્ય અને જીવન વીમા પરના જીએસટી દરથી, સરકારી તિજોરી પર બોજ પડી શકે છે.

આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર 18 ટકા જીએસટી દર હટાવવાના મુદ્દાએ હવે રાજકીય વળાંક લીધો છે. તેની શરૂઆત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ, નાણા મંત્રી સીતારમણને પત્ર લખીને કરી હતી. આ પછી, પશ્ચિમ બંગાળ અને હવે કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્યમ અને ઓછી આવક જૂથના પોલિસીધારકો માટે આરોગ્ય વીમા પર 18 ટકા જીએસટી દર ઘટાડવાની માંગ કરી છે.

આરોગ્ય અને જીવન વીમા પરના વર્તમાન જીએસટી કર દર ઘટાડવા માટે નાણાકીય સેવાઓ વિભાગની વિનંતીને પગલે, જીએસટી કાઉન્સિલ દ્વારા નામાંકિત કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલ અધિકારીઓની બનેલી ફિટમેન્ટ સમિતિ દ્વારા વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ફિટમેન્ટ કમિટી 9 સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ સંબંધમાં તેનો વિગતવાર અહેવાલ રજૂ કરી શકે છે. તેનાથી સરકારી તિજોરીને રૂ. 6.5 અબજથી રૂ. 35 અબજનું નુકસાન થવાની શક્યતા છે.

નોંધનીય છે કે, 7 ઓગસ્ટે બજેટ સત્ર દરમિયાન ફાઇનાન્સ બિલ 2024માં સુધારા પર ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે, હું અહીં બે મહત્વપૂર્ણ મુદ્દાનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, જીએસટી લાગુ થયા પહેલા જ સ્વાસ્થ્ય વીમા પર ટેક્સ લાગતો હતો. આ કોઈ નવો મુદ્દો નથી, તે પહેલાથી જ તમામ રાજ્યોમાં હતો.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/રામાનુજ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande