ભારતે, ચાડ માટે 2300 કિલો તબીબી સહાયનો માલ મોકલ્યો
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). ચાડ માં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300 કિલો મેડિકલ સહાયનો માલ મોકલ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો શેર કરી અને પોસ્ટ કરી, “ચાડ ને માનવતાવાદી સહાય પૂ
ચાડ


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). ચાડ માં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300 કિલો મેડિકલ સહાયનો માલ મોકલ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો શેર કરી અને પોસ્ટ કરી, “ચાડ ને માનવતાવાદી સહાય પૂરી પાડવી: ભારત - વિશ્વબંધુ, વિશ્વના મિત્ર. જીવલેણ આગની ઘટનાના જવાબમાં ભારતે, ચાડ પ્રજાસત્તાકની સરકારને આવશ્યક જીવનરક્ષક એન્ટિબાયોટિક્સ અને જેનરિક દવાઓ સહિતની તબીબી સહાય પૂરી પાડી હતી. અંદાજે 2300 કિલો વજનનું આ કન્સાઇનમેન્ટ આજે દિલ્હીથી રવાના થયું છે.“

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/રામાનુજ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande