અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે ભારતની મુલાકાતે આવશે
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત
ક્રાઉન પ્રિન્સ


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. તેમની સાથે યુએઈ સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ હશે.

વિદેશ મંત્રાલયે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 9 સપ્ટેમ્બરે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પણ જશે.

10 સપ્ટેમ્બરના રોજ, ક્રાઉન પ્રિન્સ એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે જેમાં બંને દેશોના બિઝનેસ લીડર્સ ભાગ લેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને યુએઈ વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, ભારત અને યુએઈ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઊર્જા, ટેક્નોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઊંડી બની છે. ક્રાઉન પ્રિન્સની મુલાકાત, ભારત-યુએઈ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. તે નવા અને ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારી માટેના માર્ગો પણ ખોલશે.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/રામાનુજ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande