રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7
પોષણ માસ


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7માં રાષ્ટ્રીય પોષણ મહિનાના 6ઠ્ઠા દિવસ સુધી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 752 જિલ્લામાંથી 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધુ કાર્યક્રમોનું આયોજન કરનારા રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. શિક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આ અભિયાનમાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 31 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલો સાતમો રાષ્ટ્રીય પોષણ મહિનો વધુ સારા વહીવટ માટે ટેક્નોલોજીની સાથે એનિમિયા, વૃદ્ધિ પર દેખરેખ, આહાર પૂરવણીઓ અને પોષણ પરના અભ્યાસ જેવા મુખ્ય વિષયો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિયાન હેઠળ, એક પેડ મા કે નામ પહેલ દ્વારા પર્યાવરણીય ટકાઉપણા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ તમામ હાલના 13.95 લાખ આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડબ્લ્યુસીડી ના નિયુક્ત અધિકારીઓને આઈસીટી એપ્લિકેશન ન્યુટ્રિશન ટ્રેકર સાથે જોડાયેલા પોષણ સૂચકાંકો અને કાર્યક્રમોના અસરકારક અમલીકરણ અને દેખરેખને સમર્થન આપવાના હેતુથી અંદાજે 10 લાખ પ્રવૃત્તિઓને ઓળખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ પોષણ માહમાં અત્યાર સુધી જે મંત્રાલયે સૌથી વધુ યોગદાન આપ્યું છે, તે 1.38 લાખ પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ મંત્રાલય (એમઓઈ) છે. ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચ & એફડબ્લ્યુ) 1.17 લાખ પ્રવૃત્તિઓ સાથે, ગ્રામીણ વિકાસ મંત્રાલય (એમઓઆરડી) 1.07 લાખ પ્રવૃત્તિઓ સાથે, આયુષ મંત્રાલય 69 હજાર પ્રવૃત્તિઓ સાથે અને પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) 64 લાખ પ્રવૃત્તિઓ સાથે પોષણ મહિનો 2024 કોઈ ને કોઈ વિષય પર પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યાં છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / રામાનુજ / ડો. હિતેશ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande