મોડાસા,8 સપ્ટેમ્બર (હિ.સ.) વિજયનગર શહેર અને તાલુકાના ચિઠોડા તેમજ ચિતરીયા સહિત ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગજાનભગવાનની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી .
ચિતરિયા ગામે હોળી ચોકમાં ગણેશજીની મૂર્તિનું વાજતેગાજતે સ્થાપન કરાયું હતું દેવશંકર ભટ્ટ દ્વારા ચિતરિયા યુવા મંડળના યુવાનો સાહિલ ઘોઘરા,અંકિત ઘોઘરા, ત્રીપાલ ઘોઘરા,સુમનબેન ઘોઘરા,તેમજ તમામ યુવા મંડળના અન્ય સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ