શંખેશ્વરમાં લૂંટેરી દુલ્હન કાંડ: બે કિસ્સામાં ત્રણ લાખની છેતરપિંડી
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) શંખેશ્વરમાં બે અલગ અલગ કિસ્સાઓમાં યુવકોને “લૂંટેરી દુલ્હન” દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. બંને બનાવમાં દુલ્હન અને દલાલોએ કુલ 3 લાખ રૂપિયા લીધા અને પીડિતોને ઈમોશનલ બ્લેકમેઇલ અને ધમકીઓ આપી. હાલ પોલીસે બંને
શંખેશ્વરમાં લૂંટેરી દુલ્હન કાંડ: બે કિસ્સામાં ત્રણ લાખની છેતરપિંડી


પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) શંખેશ્વરમાં બે અલગ અલગ કિસ્સાઓમાં યુવકોને “લૂંટેરી દુલ્હન” દ્વારા છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યો છે. બંને બનાવમાં દુલ્હન અને દલાલોએ કુલ 3 લાખ રૂપિયા લીધા અને પીડિતોને ઈમોશનલ બ્લેકમેઇલ અને ધમકીઓ આપી.

હાલ પોલીસે બંને યુવકોની ફરિયાદ મુજબ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બંને કિસ્સામાં પોલીસ તપાસ ચાલુ છે અને ગુનાઓ નોંધાયા છે.

પ્રથમ કિસ્સામાં, 40 વર્ષીય યુવકને રેખા નામની યુવતી સાથે લગ્ન માટે છેતરપિંડી કરવામાં આવી હતી. 12 જુલાઈ, 2025ના રોજ યુવકે ફુલહાર પહેલાં 50,000 રૂપિયા અને 14 જુલાઈ, 2025ના રોજ બાકીના 1 લાખ રૂપિયા આપી લીધા.

ફુલહાર પછી એક મહિના બાદ રેખા પિયર ગઈ અને ફોન બંધ કરી દીધો. યુવકે તેને પાછી લાવવા કલાભાઈ સાથે સંપર્ક કર્યો, પરંતુ તેઓ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર “તમારા પૈસા પાછા નહીં મળે” કહી ગયા. તપાસમાં યુવકને ખબર પડી કે આ પાંચેય લોકોએ તેની સાથે છેતરપિંડી કરી છે.

બીજા કિસ્સામા 23 વર્ષીય યુવક સાથે સંબંધિત છે. તેના લગ્ન માટે ધારશી રામાભાઈ ઠાકોર અને કલા ગગાભાઈ સિંધવ દ્વારા પિતા પાસે 1.50 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. 06/08/2025ના રોજ ફુલહાર કરાવવામાં આવ્યો, પરંતુ પાંચ દિવસ પછી છાયાબેન પિયર થઈ ગઈ.

યુવકના પિતાએ પૈસા પાછા માંગ્યા ત્યારે દલાલોએ ખોટા કેસમાં ફસાવવાની અને આત્મહત્યા કરવાની ધમકી આપી. છાયાબેન પરત ન આવતા, યુવકે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી.

શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં બંને કિસ્સાઓમાં કલમ 318(2), 54 અને 351(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande