ગણેશ પંડાલોમાં જોવા મળ્યો 'કંતારા' ફિલ્મનો જાદુ
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'કંતારા'ની અસર દર્શકો પર રિલીઝ થઈ ત્યારથી જ જોવા મળી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરીને દર્શકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ગણેશ ચતુર્થી પર ગણેશ પંડાલોમાં પણ કંતારાની અ
કંતારા


નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'કંતારા'ની અસર દર્શકો પર રિલીઝ થઈ ત્યારથી જ જોવા મળી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરીને દર્શકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ગણેશ ચતુર્થી પર ગણેશ પંડાલોમાં પણ કંતારાની અસર જોવા મળી હતી.

કંતારાનો જાદુ હવે જલ્દી ખતમ થવાનો નથી. દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. પંજુરલી દેવની હાજરી, આ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ પણ બની રહી છે. શહેરના પંડાલોમાં પંજુરલી દેવ ગણપતિની મૂર્તિઓને શણગારવામાં આવી છે અને કેટલાક પંડાલોમાં ગણપતિની મૂર્તિની પાછળ પંજુરલી દેવની તસવીર પણ મુકવામાં આવી છે. ફિલ્મના સેટિંગને પુનર્જીવિત કરવા માટે પંડાલને પણ જંગલની થીમ પર સજાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, બહુપ્રતીક્ષિત 'કંતારા ચેપ્ટર 1' સાથે અગાઉ ક્યારેય નહિ જોયેલા વિશેષ અનુભવ માણવા માટે તૈયાર થાઓ.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande