શ્રીનગર, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.). શ્રીનગર સ્માર્ટ સિટી લિમિટેડ (એસએસસીએલ) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ બુધવારે શ્રીનગર અને પુલવામા જિલ્લામાં છ સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મુખ્ય નાણાકીય સલાહકાર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને લક્ષ્ય બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નાણાકીય અનિયમિતતાઓ અને આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ મેળવવાના આરોપોની તપાસના ભાગ રૂપે શાલટેંગ અને ટાકનવારી વિસ્તારો સહિત અનેક રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાલમાં દરોડા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિલ નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ