નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શનિવારે નવી દિલ્હીમાં ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આયોજિત, આ પરિષદનો ઉદ્દેશ્ય ડ્રગ હેરફેરની વધતી જતી સમસ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસર, ખાસ કરીને ઉત્તરીય ક્ષેત્રના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રી ડ્રગ વિનષ્ટિકરણ પખવાડિયાનો પ્રારંભ કરશે, એનસીબી ના ભોપાલ ઝોનલ યુનિટના નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કરશે અને માનસ-2 હેલ્પલાઇનના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તરણનો પ્રારંભ કરશે.
આ પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એએનટીએફ) સાથે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન 'માનસ' પોર્ટલ પરથી વાસ્તવિક સમયની માહિતી શેર કરવા, ડ્રગ હેરફેર સામે રાજ્યોની પ્રગતિ અને નાર્કોટિક્સ કોઓર્ડિનેશન મિકેનિઝમ (એનસીઓઆરડી) ની અસરકારકતા અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એસએફએલએસ) ની કાર્યક્ષમતાને મજબૂત બનાવવી અને તેમની અસરકારકતા વધારવી, ડ્રગ હેરફેર સામેના પ્રયાસોને મજબૂત બનાવવા માટે ડાયગ્નોસ્ટિક ડેટાબેઝનો ઉપયોગ કરવો, પીઆઈટી-એનડીપીએસ કાયદાની જોગવાઈઓનો અમલ કરવો, ડ્રગ સંબંધિત કેસોનો ઝડપી નિકાલ કરવો. ડ્રગ હેરફેર અને દુરુપયોગ સામે લડવા માટે એનડીપીએસ અને તમામ એજન્સીઓ વચ્ચેના સમગ્ર સરકારી અભિગમની ચર્ચા કરવામાં આવશે. ૧૧ થી ૨૫ જાન્યુઆરી સુધી ચાલનારા ડ્રગ વિનષ્ટિકરણ પખવાડિયા દરમિયાન, ૨૪૧૧ કરોડ રૂપિયાના ૪૪,૭૯૨ કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવશે.
ભારત સરકારે ડ્રગ્સના ખતરાને ઘટાડવા માટે ડ્રગ્સની હેરફેર સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે. ગૃહ મંત્રાલય સંસ્થાકીય માળખાને મજબૂત બનાવવા, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાનની ત્રણ પાયાની વ્યૂહરચનાનું પાલન કરીને 2047 સુધીમાં પીએમ મોદીના ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરશે. આ પરિષદમાં આઠ ભાગ લેનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ