વિદેશ મંત્રી જયશંકરે, વિકસિત ભારતના નિર્માણમાં મહિલા શક્તિની ભૂમિકા પર ભાર મૂક્યો.
ભુવનેશ્વર, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) શુક્રવારે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના છેલ્લા દિવસે, આદર્શ મહિલા પ્રવાસી: મહિલા નેતૃત્વ અને પ્રભાવ - નારી શક્તિ થીમ પર એક પૂર્ણ સત્રનું, આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રની અ
જય


ભુવનેશ્વર, નવી દિલ્હી, 10 જાન્યુઆરી

(હિ.સ.) શુક્રવારે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના છેલ્લા દિવસે, આદર્શ મહિલા પ્રવાસી:

મહિલા નેતૃત્વ અને પ્રભાવ - નારી શક્તિ થીમ પર એક પૂર્ણ સત્રનું, આયોજન

કરવામાં આવ્યું હતું. આ સત્રની અધ્યક્ષતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કરી હતી. તેમણે

વિકસિત ભારતના નિર્માણમાં મહિલા શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે,”

વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્યને મહત્વ આપવું જોઈએ, પુરુષ અને સ્ત્રી વચ્ચેના લિંગ ભેદભાવને નહીં.”

ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે,” સામાજિક અસમાનતા દૂર કરવા

અને મહિલાઓના પોષણ, આરોગ્ય અને

શિક્ષણની ખાતરી કરીને તેમની ક્ષમતાઓને યોગ્ય સન્માન આપવાની સરકારની પ્રતિબદ્ધતા

છે.” તેમણે કહ્યું કે,” મહિલા સશક્તિકરણ તરફ ભારત સરકારના મહત્વપૂર્ણ પ્રયાસોમાં,

પ્રસૂતિ રજા 26 અઠવાડિયા સુધી

વધારવા, મુદ્રા યોજના

હેઠળ 30 કરોડ મહિલા

ઉદ્યોગસાહસિકોને લોન, ઉચ્ચ શિક્ષણ

ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યામાં 28% વધારો અને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આમાં 32 મિલિયન બેંક

ખાતા ખોલવાનો સમાવેશ થાય છે.ઠ

તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે,” પ્રધાનમંત્રી ઉજ્જવલા

યોજના હેઠળ ૧૦0 મીલીયનથી વધુ ધુમાડા-મુક્ત રસોડા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના

૭૨% લાભાર્થીઓ મહિલાઓ છે.” તેમણે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા નેતૃત્વ દ્વારા

વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી.

ડૉ. જયશંકરે વિવિધ ક્ષેત્રોમાં, પોતાની સ્વતંત્ર છાપ છોડનાર

અનુકરણીય મહિલા સ્થળાંતરકારોની સિદ્ધિઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે,” તેમની

સિદ્ધિઓ દરેક માટે પ્રેરણાદાયક બની શકે છે. જી-20 સમિટના પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભવિષ્યમાં આ વૈશ્વિક પરિષદનો

ઉપયોગ મહિલાઓના, કૌશલ્ય વિકાસને સુનિશ્ચિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કરવા

હાકલ કરી હતી.”

ઈસરોના વૈજ્ઞાનિક અને રોકેટ વુમન ઓફ ઈન્ડિયા

તરીકે જાણીતા ડૉ. રીતુ કરીધાલ દ્વારા સંચાલિત, આ સત્રમાં ઘણી અગ્રણી મહિલાઓએ હાજરી આપી હતી. આમાં ઘણા

અગ્રણી લોકો હાજર રહ્યા હતા.જેમાં જમૈકા

પ્રમોશન કોર્પોરેશનના પ્રમુખ શુલેટ કોક્સ, ઈન્ડોઈંડિયંસ ડોટ કોમના સ્થાપક પૂનમ સાગર, ત્રિનિદાદ અને

ટોબેગોના વિદ્વાન અને મહિલા સશક્તિકરણ કાર્યકર્તા મૈત્રી જોશીનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / સત્યવાન / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande