અમદાવાદમાં સાઉથ બોપલમાં HMPVનો વધુ એક કેસ,9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) ચીનમાં HMPVના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદમાં
અમદાવાદમાં સાઉથ બોપલમાં HMPVનો વધુ એક કેસ,9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો


અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) ચીનમાં HMPVના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. અમદાવાદના HMPV વાઇરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદમાં ગઈકાલે વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ફરી શહેરના સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામમાં 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઈરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગે સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યા છે.

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસનાં તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

10 જાન્યુઆરીના અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 માસના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરીના રોજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ 9 જાન્યુઆરીના રોજ પોઝિટિવ આવ્યો છે. બાળકને છેલ્લા કેટલાય સમયથી શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. દર્દીની વિદેશ કે અન્ય કોઇ સ્થળે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. દર્દીના સેમ્પલને ચકાસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande